દ્વારકા તાબેના ધીણકી ગામના સીમ વિસ્તારમાં રાત્રીના સમયે ધમધમતા જુગારના અખાડા પર એલસીબી પોલીસ ત્રાટકી

  • June 23, 2021 11:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રૂ. 4.09 લાખના મુદ્દામાલ સાથે આઠ શખ્સોને ઝડપી લેવાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એલસીબી પી.આઈ. જે.એમ. ચાવડાના માર્ગદર્શન હેઠળ ગતરાત્રીના સમય દ્વારકા પંથકમાં પહોંચતા એલ.સી.બી.ના અજીતભાઈ બારોટ તથા અરજણભાઈ મારુ અને બલભદ્રસિંહ ગોહિલને મળેલી ચોક્કસ બાતમીના આધારે દ્વારકા તાલુકાના ધીણકી ગામની સીમમાં રહેતા ખેરાજભા દેવાભા બાપા મોરિયા ગામના 56 વર્ષીય પ્રૌઢ દ્વારા પોતાની વાડીના મકાનમાં બહારથી માણસો બોલાવી અને પોતાના અંગત ફાયદા માટે ચલાવતા જુગારના અખાડા પર પોલીસે દરોડો પાડ્યો હતો.

આ સ્થળે ગંજીપત્તા વડે જુગાર રમી રહેલા ખેરાજભા દેવાભા સાથે ભાવેશ ભરતભાઈ રાડીયા, કચરાભાઈ હમીરભાઇ વારસાકીયા, કાંતિભાઈ હરજીભાઈ ગોહિલ, મુકેશ માધાભાઈ ભરડવા, ભરત રણછોડભાઈ તાવડીવાલા, અમિત નલીનભાઈ ભુંડીયા અને નેહાબેન નગાભાઈ ચાવડા નામના કુલ આઠ પ્રેમીઓને પોલીસે દબોચી લીધા હતા.

ઝડપાયેલા આ શખ્સો પાસેથી રૂપિયા 60,670/- રોકડા, રૂપિયા 8,500ની કિંમતના 8 નંગ મોબાઇલ ફોન, ઉપરાંત રૂપિયા ત્રણ લાખની કિંમતની એક મોટરકાર અને રૂપિયા 40 હજારની કિંમતનું એક મોટરસાયકલ પણ કબજે કર્યું છે.

આમ, પોલીસે આ જુગાર દરોડામાં રૂપિયા 4,09,170/- નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધી, આરોપીઓનો કબજો દ્વારકા પોલીસને સોંપવામાં આવ્યો છે.

આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. જે.એમ. ચાવડાની સુચના મુજબ પી.એસ.આઈ. એસ.વી. ગળચર, વિપુલભાઈ ડાંગર, અજીતભાઈ બારોટ, દેવશીભાઈ ગોજીયા, સજુભા જાડેજા, કેસુરભાઈ ભાટિયા, નરસીભાઈ સોનગરા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, મશરીભાઈ આહીર, ભરતભાઇ ચાવડા, બોઘાભાઈ કેસરિયા, લાખાભાઈ પિંડારિયા, જીતુભાઈ હુણ, અરજણભાઈ મારુ, બલભદ્રસિંહ ગોહિલ, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, હસમુખભાઈ કટારા તથા વિશ્વદીપસિંહ જાડેજા તેમજ રામીબેન કરંગીયા દ્વારા કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS