કેન્દ્રશાસીત પ્રદેશ દીવના બુચરવાડા ખાતેથી અગાઉ સાત માસ પહેલા કેરીયર ટ્રોલીની ચોરી થયેલ હોય જે દિવના વણાંકબારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હતી. આ ટ્રેકટરની ટ્રોલીની શખ્સો ચોરી કરી ઉના લાવી અન્યને વેચાતું આપેલ હતું. જે અંગેની પોલીસે તપાસ હાથ ધરતા જીલ્લા ટીમે બે શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગીર સોમનાથ એલસીબીના એ.બી.જાડેજા, પો.ઇન્સ. એ.બી.વોરાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.,પેરોલ ફર્લેા સ્કોડની ટીમ પેટ્રોલીંગમાં હતા. એ દરમ્યાન એ.એસ.આઇ સુભાષભાઈ ચાવડા, પ્રવિણભાઇ મોરી, રાજુભાઇ ગઢીયાને મળેલી ચોક્કસ બાતમી આધારે તપાસ કરવામા આવતા ઉના પી.જી.વી.સી.એલ ઓફીસ સામે આવેલ ખારા વિસ્તારમાં રહેતા ધનજી જીણાભાઇ ડોડીયાના રહેણાંક મકાને એક ટ્રેકટર સાથે જોડવાની ચોરીયાવ ટ્રોલી કેરીયર (ગાડુ) રાખેલ છે. જેથી ત્યાં સ્થળ પર તપાસ કરતા કેરીયર ટ્રોલી સાથે પ્રતિક કરશનભાઇ સોલંકી રહે.મુળ જોરાવાડી ભગત શેરી વાડી વિસ્તાર, દીવવાળાએ આ કેરીયર ટ્રોલી આજથી આઠેક માસ પહેલા કેન્દ્રશાસીત પ્રદેશ દીવના બુચરવાડામાંથી ચોરી કરી કેરીયર ટ્રોલી ઉના લાવી અને ઉનાના ધનજી જીણાભાઇ ડોડીયા રહે.ઉના વાળાને .૧ લાખમાં વેચાતું આપેલ હતું.તેના આર.ટી.ઓ રજીસ્ટર નંબર તથા ચેસીસ નં.ચેકી નાખી કેરીયર ટ્રોલીનો ધનજી તથા પ્રતિક બંને વેચાનાર–લેનારનો આધાર પુરાવા વગરનો વેચાણ કરાર પણ કરેલ હતો. અને તે પૈકી બાકીના .૧૦હજાર લેવાના બાકી હોય જેથી ધનજીના ઘરે આવેલ હતો અને આ કેરીયર ટ્રોલી પાસે હાજર શખ્સ મહેશ દેવસીભાઇ દમણીયા રહે.વડવળીયા તા.ઉના વાળાને આ ટ્રોલી કેરીયર થોડા દીવસ પહેલા ધનજી જીણાભાઇ ડોડીયા જે તેના મામાનો દીકરો થતો હોય જે ઉનાથી વડવીયાળા ગામે વેચવા માટે તેના ઘરે મુકી ગયેલ હતો.અને તે કેરીયર ટ્રોલી મહેશ ગ્રાહકને બતાવતો હોય પરંતુ કોઇ આધાર પુરાવા ન હોય જેથી કોઇ વેચાતું લેતું ન હતું. જેથી ઉના ધનજીના ઘરે પરત મુકી ગયેલ અને ગઇકાલ પણ એક ગ્રાહક આ કેરીયર ટ્રોલી જોવા આવવાના હોય જેથી કેરીયર ટ્રોલી બતાવવા માટે પોતે ત્યાં ધનજીના ઘરે હાજર હતો.
આ ટ્રેકટર સાથે જોડવાની કેરીયર ટ્રોલી બાબતે ખરાઇ કરતા વંણાકબારા (દીવ) કોસ્ટલ પોલીસ સ્ટેશનમાં ગત તા.૭૧૨૦૨૪ ના રોજ પ્રતિક કરશનભાઈ સોલંકી, તેમજ મહેશ દેવસીભાઇ દમણીયા આ બંને શખ્સો વિધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કબ્જે કરેલ મુદામાલ ઉના પોલીસ સ્ટેશન સોંપી વણાંકબારા (દીવ)કોસ્ટલ પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવેલ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં કોંગ્રેસ અધિવેશનમાં પી. ચિદમ્બરમ ગરમીથી બેભાન, તબિયત સુધારા પર
April 08, 2025 09:28 PMગુજરાત પોલીસમાં બદલીઓનો દોર યથાવત, 182 PSIની બદલીના આદેશ
April 08, 2025 09:27 PMભારતમાં આ VVIP કાર નંબર પ્લેટ વગર દોડી શકે છે રસ્તા પર
April 08, 2025 04:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech