ભાવનગર શહેરના કુંભારવાડા અક્ષરપાર્ક નારી રોડ પર ઇટુંના ભઠ્ઠા પાસે જાહેરમાં જુગાર રમતા ૬ શખ્સોને બોરતળાવ પોલીસે ઝડપી પાડ્યા હતા. અક્ષરપાર્ક, નારી રોડ, ઇંટુના ભઠ્ઠાની સામે, મેદાનમાં જાહેર ખુલ્લી જગ્યામાં પોલીસે રેડ કરતા પૈસા-પાના વતી હાથ કાપનોં હાર-જીતનો જુગાર રમી ગંજી પત્તાના પાના નંગ-૫૨ તથા રોકડ રૂપિયા- ૧૦,૪૦૦ નો મુદ્દામાલ કબજે કરાયો હતો.
આ બનાવ અંગે બોરતળાવ પોલીસ મથક ખાતેથી મળતી માહિતી અનુસાર બોરતળાવ પોલીસ મથકની ટીમ પોતાના પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન બાતમી રાહે હકિકત મળેલ કે, અક્ષરપાર્ક, નારી રોડ, ઇંટુના ભઠ્ઠાની સામે, મેદાનમાં જાહેર ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો જાહેરમાં જુગાર રમે છે. જે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા જગ્યાએથી છ શખ્સો ગંજીપતાના પાના પૈસા વતી હરજીતનો જુગાર રમતા બોરતળાવ પોલીસે રાજુભાઇ યુસુફભાઇ સૈયાદ (ઉ.વ. ૩૮ ધંધો. મજુરી રહે. કુંભારવાડા સર્કલ, ના રી રોડ, એસ.બી.આઇ. બેન્કની બાજુમાં), ભરતભાઇ વિરસંગભાઇ બારૈયા (ઉ.વ. ૪૭ ધંધો, મજુરી રહે. સુખસાગર સોસા., ચીત્રા, પ્લોટ નં. ૪૪), મહેશભાઇ ઉર્ફે મલો નાથુભાઈ ચૌહાણ (ઉ.વ. ૩૨ ધંધો, મજુ રી રહે. ખારીયા હનુમાન નારી રોડ, અક્ષયપાર્ક, કુંભારવાડા), અલ્પેશભાઇ ઉર્ફે કાવો લક્ષ્મણભાઈ ધરજીયા (ઉ.વ. ૩૪ ધંધો. મજુરી રહે. ખેડુતવાસ, આનંદનગર મનુભાઇની દુકાન પાસે, મુળ ખારીયા હનુમાન પાસે, અક્ષરપાર્ક કુંભારવાડા), નીખીલભાઈ ઠાકરશીભાઈ વડલીયા (ઉ.વ. ૩૨ ધંધો. મજુરી રહે. કુંભારવાડા, ગીરનાર સોસાયટી, પ્લોટ નં. ૩) અને નવલભાઈ કાળુભાઇ રાઠોડ (ઉ.વ. ૫૫ ધંધો. મજુરી રહે. હાલ નર્મદ તા. જી. ભા વનગર મુળ ખારીયા હનુમાન અક્ષરપાર્ક) નામના શખ્સોને ઝડપી લીધા હતા. અને તમામ પાસેથી કુલ મળીને જે ગંજીપત્તાનાં પાના તથા રોકડ રૂપિયા જુદા જુદા દરની ચલણી નોટો રૂ.૧૦,૪૦૦ કબજે કરાય હતા. અને તમામ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો દાખલ કરી બોરતળાવ પોલીસે ધોરાણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMGST ફાઇલિંગને લઈને આવ્યું મોટું અપડેટ: નહીં કરો આ કામ તો થશે નુકસાન
June 07, 2025 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech