શહેરમાં મોદી પરિવારની સભામાં ક્ષત્રિયાણીનો હંગામો: ભારે ઉત્તેજના

  • April 11, 2024 01:10 PM 

બે બહેનોને પોલીસે જીપમાં બેસવાનું કહેતા ચકમક જરી: રૂપાલા હાય હાયના સૂત્રો લગાવાયા: ભારે ઉત્તેજના વચ્ચે થોડીવાર બાદ સભા શરૂ થઇ: બે દિવસમાં બે સ્થળોએ હંગામો થતા પોલીસ તમાસો જોઇ રહી

રાજકોટ લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાના વિરોધ જામનગર સુધી પહોંચી ગયો છે ત્યારે છેલ્લા બે દિવસથી અલગ અલગ સ્થળોએ ક્ષત્રિયો મહિલાઓએ રૂપાલા હાય હાયના સૂત્રો બોલાવતા ભારે ઉત્તેજના વ્યાપી ગઇ હતી અને મહિલાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું, આખરે મામલો થાળે પડતા મોદી પરિવારની સભા શરૂ થઇ હતી. આમ છેલ્લા બે દિવસથી જામનગરમાં ક્ષત્રિયાણીઓ દ્વારા ઠેર ઠેર પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, આમ રૂપાલાનો વિવાદ જામનગર સુધી પહોંચી જતા ભાજપના કાર્યકરો અને પોલીસમાં પણ ચિંતા પ્રસરી ગઇ છે.



ગઇકાલે સાંજે પટેલ કોલોની વિસ્તારમાં મોદી પરિવારની સભામાં 40 થી પ0 મહિલાઓ ઘુસી ગયા હતા અને રૂપાલા હાય હાયના સૂત્રો લગાવ્યા હતા, કાર્યકરોએ મહિલાઓને સ્ટેજ છોડવા પણ સમજાવટ કરી હતી, ત્યારબાદ પોલીસ આવી જતાં થોડી વખત વાતાવરણ ઉગ્ર બન્યું હતું, પોલીસ અને મહિલાઓ વચ્ચે ભારે ઘર્ષણ પણ થયું હતું, મહિલા પોલીસે બહેનો ઉપર બળપ્રયોગ કરીને ધક્કા મારતા મામલો બીચક્યો હતો અને આખરે 4પ મીનીટ બાદ સભા શરૂ થઇ હતી. ત્યારબાદ મહિલા પોલીસની વધુ કુમક આવી પહોંચતા મામલો થાળે પડ્યો હતો, જો કે બે મહિલાઓ અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ પણ થયું હતું.



નીલકમલ સોસાયટીમાં પણ બે દિવસ પહેલા મોદી પરિવારની સભામાં જે રીતે હંગામો થયો હતો જે જોતા આગામી દિવસોમાં આ રોષ વધુ ભભૂકી ઉઠે તેવી સંભાવના છે, પાલાની ટીકીટ કાપવાની માંગ સાથે ભાજપની સભામાં જઇને બહેનોએ હંગામો શરૂ કર્યો છે ત્યારે જામનગરના વાતાવરણમાં પણ ઉત્તેજના વ્યાપી ગઇ છે, આગામી દિવસોમાં તમામ વોર્ડમાં મોદી પરિવારની સભા યોજાશે ત્યારે પરિસ્થિતિ કેવી રહેશે ? તેના ઉપર સૌની નજર છે, પરંતુ હવે પછીની વધુ પોલીસનો કાફલો ઉતારવો પડશે, તેમ પણ મનાય છે.



બે દિવસ પહેલા નીલકમલ સોસાયટીમાં પણ ભાજપની સભામાં હંગામો મચાવ્યો હતો અને ત્યારબાદ વુલનમીલની ચાલી વિસ્તારમાં પણ રૂપાલા વિઘ્ધ સૂત્રોચ્ચાર કરાયા હતા, જામનગરમાં હવે ધીરે ધીરે ક્ષત્રિયનું આંદોલન જોર કરતું જાય છે ત્યારે આગામી દિવસોમાં વધુ આંદોલન પ્રસરે તેવી શક્યતા છે, ગઇકાલના બનાવને ઘ્યાનમાં લઇને પોલીસે પણ વધુ બંદોબસ્ત રાખવો પડશે, નહીંતર જામનગરમાં બે જૂથ સામસામા પણ આવી જશે, આમ ગઇકાલે પટેલ કોલોની વિસ્તારમાં એકાએક સૂત્રોચ્ચાર કરાતા થોડો સમય ઉત્તેજના વ્યાપી ગઇ હતી, પરંતુ મહિલા પોલીસનો કાફલો આવી પહોંચતા મામલો થાળે પડ્યો હતો.



લોકસભાની ચૂંટણી ધીરે ધીરે નજીદીક આવી રહી છે, આવતીકાલથી જામનગરમાં ફોર્મ ભરવાની શઆત થશે ત્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો જ્યારે ફોર્મ ભરશે ત્યારે વધુ બંદોબસ્ત ગોઠવી દેવો પડશે, હાલ તો જામનગર અને આજુબાજુના ગામડાઓમાં રૂપાલા વિઘ્ધ આગ વધુ ભભૂકી ઉઠી છે.


મહિલા પોલીસ અને ક્ષત્રિયાણી વચ્ચે ભારે ઝપાઝપી...

બે દિવસ પહેલા નીલકમલ સોસાયટીમાં મોદી પરિવારની સભામાં હંગામો થતાં મહિલાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને મહિલા પોલીસે બળનો ઉપયોગ કરતા શાબ્દીક ટપાટપી પણ થઇ હતી, કેટલાક પુરૂષો વચ્ચે પણ પોલીસને ઝપાઝપી થઇ હતી, પરંતુ રૂપાલા હાય હાયના સૂત્રો ચાલુ રહ્યા હતા, ગઇકાલે પટેલ કોલોની 6 નંબર વિસ્તારમાં પણ 40 થી પ0 બહેનોએ પાલા વિઘ્ધ સૂત્રોચ્ચાર કયર્િ હતા, આ સમયે લગભગ 4પ મીનીટ સુધી મામલો તંગ બની ગયો હતો, આખરે પોલીસનો વધુ કાફલો આવી પહોંચતા બહેનોને સમજાવટથી સભા સ્થળેથી દૂર કરવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application