ક્ષત્રિય સમાજના વિવાદનો એકાદ-બે દિવસમાં ઉકેલ આવી જશે: સી.આર.

  • March 29, 2024 10:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લોકસભાની રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા એ ક્ષત્રિય સમાજ બાબતે કરેલી ટિપ્પણીએ ભડકાનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. ભાજપના પ્રદેશ પ્રમુખ આર.સી.પાટીલ ડેમેજ કંટ્રોલની કામગીરી માટે રાજકોટ આવ્યા હોવાની અફવા આજે આખો દિવસ ચાલી હતી. રાજકોટમાં પાટીલ ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે મીટીંગ પણ કરવાના છે તેવી વાતો પણ ચાલુ રહી હતી. જોકે સવારે ૧૧ વાગ્યાની આસપાસ રાજકોટ આવી પહોંચેલા અને બપોરે ૨ વાગ્યે સુરેન્દ્રનગર જવા નીકળેલા પાટીલે આ મામલે કોઈ મીટીંગ ન કરી હોવાનું જાણવા મળે છે.
આ બાબતે પત્રકાર પરિષદમાં પાટીલને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે રૂપાલાએ પોતાના નિવેદન બદલ માફી માગી લીધી છે અને તેથી આ બાબત પૂરી થઈ જવી જોઈએ. અમે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સંપર્કમાં છીએ અને એકાદ બે દિવસમાં જ આ વિવાદનું નિરાકરણ આવી જશે. ભાજપના સૂત્રોના જણાવ્યા મુજબ ક્ષત્રિય સમાજ સાથેનો વિવાદ પૂરો કરવા માટે રાજકોટ જિલ્લાના ક્ષત્રિય સમાજના એક નેતાને આ જવાબદારી આપવામાં આવી હતી. પરંતુ સમાજ તરફથી જોઈએ તેવો પ્રતિસાદ ન મળતા હજુ સુધી કોઈ પરિણામ આવ્યું નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News