સિધેશ્ર્વર મહાદેવ મંદિરે ઉજવાયો કૃષ્ણ જન્મોત્સવ

  • August 31, 2024 03:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરમાં સિધેશ્ર્વર મહાદેવ મંદિરે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
છેલ્લા ત્રેવીસ વર્ષથી શિક્ષણ, સેવા આધ્યાત્મિક અને સમાજ ઉત્કર્ષમાં શહેરમાં અનોખુ સ્થાન ધરાવતા પોરબંદરના શ્રી સિધેશ્ર્વર મહાદેવ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત પોરબંદરના શ્રી સિધેશ્ર્વર મહાદેવ મંદિર ખાતે પોરબંદરની પાયોનિયર કલબ અને સાગરપુત્ર સમન્વય અને લાયન્સ કલબના પ્રવિણભાઇ ખોરાવા (બાપુ) દ્વારા દેવાધિદેવ શ્રી મહાકાલેશ્ર્વરના દિવ્ય દર્શન અને પ્રથમ વખત શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી અંતર્ગત મટકી ફોડનું શ્રી સિધેશ્ર્વર મંદિરના પ્રાર્થના ખંડમાં વિશેષ આયોજન કરવામાં આવેલ હતું. યશોદામૈયાના લાડકવાયા અને મથુરા નગરીના બ્રિજમોહન ભગવાન શ્રીકૃષ્ણનો મટકી ફોડ શ્રીકૃષ્ણ, શિવાજી, શ્રીરામ, શ્રી હનુમાનજી, શ્રી નદી દેવ સહિત વેશભૂષા સાથે કાર્યક્રમ ભક્તિભાવ સાથે ઉજવવાનું ભવ્ય આયોજન પણ કરવામાં આવેલ હતું. શ્રી સિધેશ્ર્વર મહાદેવ મંદિર મિત્રમંડળના યુવાનો પિરામીડ રચી આ મટકીફોડ ઉત્સવમાં સામેલ થયા હતા. તે સમયે ઢોલ શરણાઇના સૂર સાથે વિવિધ પ્રકારના ફટાકડાની આતસબાજીથી આ શ્રીકૃષ્ણ જન્મોત્સવ અનેરા આકર્ષણનું કેન્દ્ર બન્યું હતુ. ભારતમાં આવેલ શ્રી મહાદેવના ૧૨ જ્યોતિર્લિંગ પૈકી ત્રીજા સ્થાને આવતા દેવાધીદેવ શ્રી મહાકાલેશ્ર્વર જ્યોતિર્લિંગના દિવ્ય દર્શન વિશેષ આયોજન કરવામાં આવેલ હતું. ધ્વજારોહણ અને ફરાળી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ હતું.  શ્રાવણ માસના પ્રારંભથી જ શિવમંદિર ખાતે શિવભકતો પંચામૃત, બીલીપત્ર, દૂધ, તલ તથા ગંગાજળ દ્વારા શિવલિંગને અભિષેક કરી પૂજા અર્ચના કરી રહ્યા છે. સંધ્યા આરતીમાં શિવાલય ‘હર  હર મહાદેવ’ના જયઘોષ ગુંજી રહ્યા છે.ભકતો દ્વારા પૂજા, દીપમાલા આરતી અને હોમાત્મકના નિત્ય કાર્યો કરવામાં આવે છે. પોરબંદરના જી.ઇ.બી. સામે આવેલ હાઉસીંગ સોસાયટી બિરલા રોડ સ્થિત શ્રી સિધેશ્ર્વર મહાદેવ મંદિર ખાતે  મહાકાલેશ્ર્વરના દિવ્ય દર્શન તથા શ્રીકૃષ્ણ જન્મોત્સવનું સિધેશ્ર્વર મંદિરના પ્રાર્થનાખંડમાં વરસાદી માહોલમાં પણ આ ધાર્મિક ઉત્સવને શ્રધ્ધાપૂર્વક આયોજકોએ માણ્યો હતો. આ મંદિર ખાતે મંગળા આરતી, ધ્વજારોહણ, સંધ્યા આરતી, શ્રીકૃષ્ણ રાસલીલા અને રાત્રે શ્રી સિધ્ધેશ્ર્વર મહાદેવ મંદિરના પ્રાર્થનાખંડ ખાતે રાત્રે ૧૨ કલાકે ‘નંદ ઘેર આનંદ ભયો’ના નાદ સાથે શ્રીકૃષ્ણ જન્મોત્સવ અંતર્ગત વરસાદના માહોલમાં મટકી ફોડ કાર્યક્રમનું પ્રથમ વખત વિશેષ આયોજન અને સાંજના ૮ થી રાત્રીના ૧૨:૩૦ વાગ્યા સુધી ફરાળી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ હતું. જેનો ભાવિકજનોએ લાભ લઇ ધન્યતા અનુભવી હતી. મંદિર ટ્રસ્ટના પ્રમુખ જગદીશભાઇ પટેલ તથા દાતા પ્રવીણભાઇ ખોરાવાના સબળ નેતૃત્વમાં  આ આયોજન કરવામાં આવેલ હતું. આ ધાર્મિક ઉત્સવને સફળ બનાવવા શ્રી સિધેશ્ર્વર યુવક મિત્રમંડળના પ્રમુખ દેવાભાઇ આહીરના માર્ગદર્શન હેઠળ પૂજારી ધર્મેશભાઇ જોશી, ભીખુભાઇ જોશી, ભરતભાઇ ભટ્ટ, નરસિંહભાઇ કનારા, નાગાભાઇ મોઢવાડીયા, કિરણબેન ગોસ્વામી, મહિલા સત્સંગ મંડળના પ્રમુખ વેજીબેન કેશવાલા, પુરીબેન ગોરાણીયા, રતનબેન યુવક મંડળના સેવાભાવી યુવાનો સહિત શિવભકતોએ સારી જહેમત ઉઠાવી હતી. આ વરસાદી માહોલ વચ્ચે પણ ભાવિકજનો ઉમટયા હતા. અને આ શ્રીકૃષ્ણ જન્મોત્સવને ઉમળકામેર વધાવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application