જૂનાગઢ જિલ્લામાંથી કુંભમેળામાં જતાં શ્રધ્ધાળુઓ માટે કોરોના માર્ગદર્શિકા

  • February 22, 2021 09:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

  હરિદ્વાર ખાતે તા. ૨૭ ફેબ્રુઆરી થી ૨૭ એપ્રિલ દરમિયાન કુંભમેળો યોજાનાર છે. જે સંદર્ભે જૂનાગઢ જિલ્લામાંથી કુંભમેળામાં જવા ઇચ્છતા યાત્રાળુઓ માટે સરકારશ્રી દ્વારા કોરોના-૧૯ અન્વયે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

 


હરિદ્વાર ખાતે કુંભમેળા-૨૦૨૧ અંતર્ગત કોરોના વાયરસનું સંક્રમણ વધે નહી અને યાત્રાળુઓ સુરક્ષિત રીતે મેળો માણી શકે એ માટે સરકારશ્રી દ્વારા  માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ માર્ગદર્શિકા મુજબ શ્રદ્ધાળુઓએ તેમના નજીકના હેલ્થ સેન્ટર,જિલ્લા હોસ્પિટલથી મેડીકલ સર્ટીફીકેટ મેળવવાનું રહેશે. તેમજ કોવિડ-૧૯ આરટી-પીસીઆર નેગેટીવ ટેસ્ટ રીપોર્ટ કરવાનું રહેશે. આ ટેસ્ટ રીપોર્ટ ૭૨ કલાક પહેલા કરવાનો રહેશે.  કોવિડ-૧૯ આરટી-પીસીઆર રીપોર્ટ વગર ભાવિકોને પ્રવેશ મળશે નહીં.
આ ઉપરાંત ૬૫ વર્ષથી વધુ ઉમરના, ગર્ભવતી મહિલાઓ, ૧૦ વર્ષથી નાની ઉમરના બાળકો તેમજ ડાયાબીટીસ, કેન્સર જેવી ગંભીર બીમારી ધરાવતા વ્યક્તિઓએ કુંભમેળામાં જવા પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે.

 


કોરોના સંક્રમણના પગલે સરકાર દ્વારા વખતોવખત આરોગ્યની જાળવણી, સ્વચ્છતા સંદર્ભે બહાર પાડવામાં આવેલ નિયમોનું પાલન કરવાનું રહેશે. જેમાં જાહેર સ્થળોએ ૬ ફૂટનું અંતર રાખવા, માસ્ક પહેરવું ફરજિયાત, વારંવાર હાથ ધોવા, સેનીટાઇઝરનો ઉપયોગ કરવો, યાત્રાળુઓએ આરોગ્ય સેતુ એપ્લીકેશન ડાઉનલોડ કરવા, તેમજ જાહેર સ્થળોએ થૂંકવા પર પ્રતિબંધ સહિતની સૂચનાઓનું પાલન કરવા સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS