રાજકોટ માર્કેટ યાર્ડમાં તલના ભાવમાં તેજીનો ચમકારો જોવા મળ્યો છે. સાઉથ કોરિયાએ ૧૦ હજાર મેટિ્રક ટન તલની ખરીદી કરવા માટે ટેન્ડર પ્રસિધ્ધ કરતા તેની સૌરાષ્ટ્ર્ર વ્યાપી અસર જોવા મળી છે. ભારતમાં તલનું સૌથી વધુ વાવેતર અને ઉત્પાદન સૌરાષ્ટ્ર્રમાં થતું હોય ભારતીય એકસપોર્ટર્સને પ્રતિ વર્ષની જેમ મોટો ઓર્ડર મળે તેવી શકયતાએ હવે રાજકોટ માર્કેટ યાર્ડમાં લેવાલી વધશે.
વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડના વેપારી સૂત્રોએ જણાવ્યું હતું કે, ગઇકાલની હરરાજીમાં સફેદ તલનો ભાવ પ્રતિ ૨૦ કિલોના .૧૯૮૬થી .૨૨૦૦ સુધી રહ્યા હતા, યારે કાળા તલમાં પ્રતિ ૨૦ કિલોનો ભાવ .૩૭૦૦થી ૪૭૩૦ સુધી રહ્યો હતો. તલમાં વાવેતર અને ઉત્પાદન સા છે પરંતુ કવોલિટીમાં ડિસ્પેરિટી જોવા મળી રહી છે. હાલ સ્થાનિક લેવાલી ઓછી છે પરંતુ ઉપરોકત ટેન્ડરને પગલે ખરીદી નીકળે તેવી શકયતા છે. જો આ ટેન્ડર ભારતીય એકસપોર્ટર્સને મળશે તો ખેડૂતોને આ વર્ષે તલના ખુબ સારા ભાવ મળશે તે નક્કી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં સૌરાષ્ટ્ર્રએ તલનું સૌથી મોટું ઉત્પાદક છે. સૌરાષ્ટ્ર્રમાં ખાસ કરીને રાજકોટ, અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં તલનું સૌથી વધુ ઉત્પાદન થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકાલાવડમાં યુવાન પર ધોકાથી હુમલો કરી ધમકી દીધી
April 24, 2025 10:55 AMભારતે પાકિસ્તાનના લશ્કરી રાજદ્વારીઓને પર્સોના નોન ગ્રેટા નોટ મોકલી, સાદ અહેમદ વારચને સમન્સ
April 24, 2025 10:55 AMપાકિસ્તાન મોત ભાળી ગયું, અરબી સમુદ્રમાં મિસાઇલ કવાયત શરુ કરી દીધી
April 24, 2025 10:50 AMપાકિસ્તાન થરથર્યું: શાહબાઝ શરીફે રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની ઈમરજન્સી બેઠક બોલાવી
April 24, 2025 10:38 AMરાજકોટ બસપોર્ટમાં ખુરશીઓ ઘટાડાઇ; મુસાફરોએ ગ્રાઉન્ડ ફ્લોર પર બેસવાનું અથવા તો ઉભા રહેવાનું
April 24, 2025 10:34 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech