કાર ચાલક પુત્ર અને મિત્રને ઇજા: ગાંધીનગર કામથી ગયા હોય પરત ફરતી વખતે બનાવ: ટ્રક ચાલકની શોઆજકાલ પ્રતિનિધિ
રાજકોટ–અમદાવાદ હાઇવે પર કુવાડવા નજીક સચ્ચા સૌદા રેસ્ટોરન્ટ પાસે ટ્રક–કાર વચ્ચે અકસ્માત સર્જાતા કારમાં સવાર કોડીનારના આરોગ્ય કર્મીનું ગંભીર ઈજાઓ થવાથી મોત નીપયું હતું જયારે કાર ચાલક પુત્ર અને જૂનાગઢથી સાથે આવેલા નિવૃત સરકારી કર્મી મિત્રને ઇજા થતા રાજકોટ સિવિલમાં સારવાર માટે ખસેડવામા આવ્યા હતા. ત્રણેય ગાંધીનગર કામ સબબ ગયા હોય પરત ફરતી વખતે ટ્રકે ઠોકરે લેતા અકસ્માત સર્જાયો હતો. બનાવના પગલે કુવાડવા પોલીસ દોડી ગઈ હતી. મળતી વિગત મુજબ કોડીનારના જીનપ્લોટમાં રહેતા અને આરોગ્ય વિભાગના મલેરિયા શાખામાં ફરજ બજાવતા લલિતભાઈ બાલકદાસ ટીલાવત (ઉ.વ.૫૪) તેમનો પુત્ર દેવાંગ (આશરે ઉ.વ.૨૮) અને જૂનાગઢમાં ગાર્ડન હિલમાં રહેતા લલિતભાઈના મિત્ર વિકાસભાઈ લાભશંકર જોષી (ઉ.વ.૬૫)ના ત્રણેય ગઈકાલે ગાંધીનગર કોઈ કામ સબબ ગયા હતા ત્યાંથી પરત ફરતી વખતે કુવાડવા હાઇવે પર સચ્ચા સૌદા રેસ્ટોરન્ટ પાસે પહોંચતા પુરપાટ ઝડપે આવતા ટ્રકે કારને ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણેય વ્યકિતને ઇજા થતા તાકીદે ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા યાં લલિતભાઈનું ગંભીર ઇજા થવાથી મોત નીપયું હતું. પુત્ર દેવાંગ અને લલિતભાઈના મિત્ર વિકાશભાઈને ઇજા થતા સારવાર આપવામાં આવી હતી. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા પોલીસને જાણ કરતા પોલીસ હોસ્પિટલ અને સ્થળ પર પહોંચી જરી કાર્યવાહી કરી ટ્રક ચાલક સામેગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે