આરએસએસના કાર્યકરો પર હુમલાના વિરોધમાં કોડીનાર પંથક સજ્જડ બંધ

  • February 22, 2021 10:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 કોડીનાર તાલુકાના છાછર ગામે આર.એસ.એસ.ના કાર્યકર્તાઓ ઉપર ટોળા એ જીવલેણ હુમલો કરતા પરિસ્થિતિ તંગ બની હતી.આ અંગે કોડીનાર તાલુકાના ચૌહાણ ની ખાણ ગામે રહેતા  આર.એસ.એસ.ના કાર્યકર્તા  જીગ્નેશ ભાઈ ભુપતભાઈ પરમારે પોલીસ માં નોંધાવેલી ફરીયાદ માં જણાવ્યા મુજબ જીગ્નેશભાઈ પરમાર અને તેમના અન્ય આર.એસ.એસ.ના કાર્યકર્તાઓ રામ જન્મ ભૂમિ માટે નિર્માણ નિધિ સમર્પણ અભિયાન નું કામ કરતા હોય જે બાબત નું મનદુ:ખ રાખી  ગઈકાલે મોડી રાત્રીના છાછર ગામે રજાકભાઈ ભીખાભાઇ ચૌહાણ,શબ્બીર રહેમાન,અફઝલ ગફાર વાકોટ, અનિસ મહમદ નકવી,રહીમભાઈ રખાભાઈ વાકોટ,ફિરોઝભાઈ બચુભાઈ વાકોટ,લાખો ઉર્ફે સાજીદ ઇકબાલ,મજીદભાઈ ભીખાભાઇ,રિજવાનભાઈ દયાતર,આબેદીન દાઉદ વાકોટ,અબ્દુલ રખાભાઈ દયાતર,ઇકબાલ જમાલ વગેરે શખ્સોના ટોળાએ એક સંપ કરી લાકડા,લોખંડ ના પાઇપ,પથ્થર જેવા હથિયારો વડે જીગ્નેશભાઈ પરમાર ઉપર જીવલેણ હુમલો કરી ગાળો ભાંડી માથા ના ભાગે અલગ અલગ જગ્યાએ ગંભીર ઈજાઓ કરી જાન થી મારી નાખવાની ધમકી આપી તેમની સાથે રહેલા અન્ય લોકોને પણ માર માર્યા ની ફરીયાદ નોંધાવતા પોલીસે આ ગુનામાં કલમ ૩૦૭ મુજબ ગુન્હો નોંધી આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

 


  અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે છાછર ગામે છોકરાઓ વચ્ચે થયેલ ઝઘડામાં બે જૂથો ના મોટેરાઓ કુદી પડતા થયેલ મારામારી ની ઘટના ના બીજા જ દિવસે છાછર ગામે આર.એસ.એસ.ના કાર્યકર્તાઓ ઉપર હુમલો થતા પરિસ્થિતિ તંગ બનતા કોડીનાર પોલીસે બનાવ ની ગંભીરતા સમજી છાછર ગામે સજ્જડ પોલીસ બંદોબસ્ત ગોઠવી તાત્કાલિક કાર્યવાહી કરી પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો.આ ઘટના ની જાણ થતાં કોડીનાર આર.એસ.એસ. ના કાર્યકર્તાઓ,કરણી સેના, હિન્દૂ સંગઠનો ના કાર્યકરો મોટી સંખ્યા માં હોસ્પિટલમાં દોડી જઇ કોડીનાર ની શાંતિ ડોહળતી આ નિંદનીય ઘટના ને સખત શબ્દો માં વખોડી કાઢી હતી અને આ ઘટના માં સંડોવાયેલાઓ ઉપર કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી.
 

ઘટનામાં ૮ આરોપીની ધરપકડ, ૪ શકમંદોને દબોચ્યા
છાછર ગામે ગતરાત્રીના સંઘ કાર્યકર ઉપર થયેલ જીવલેણ હુમલાના પ્રકરણમાં કોડીનાર પોલીસે ૮ આરોપીઓની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય ચાર શખસોને શંકાસ્પદ તરીકે ઉઠાવી લેવાયા હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. રામ જન્મ ભૂમિ માટે નિર્માણનિધિ સમર્પણ અભિયાન અંતર્ગત ગતરાત્રીના છાછર ગામે ગયેલા આરએએસના કાર્યકર ઉપર થયેલ જીવલેણ હુમલામાં છાછર ગામના ૧૨ જેટલા મુસ્લિમ શખસો સામે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ કોડીનાર પોલીસે કડક કાર્યવાહી કરી ૮ આરોપીઓની ધરપકડ કરી હતી. જ્યારે ૪ જેટલા શખસોને શકમંદ તરીકે દબોચી લઈ પૂછપરછ હાથ ધરી છે. આ અંગે કોડીનારના પીઆઈ એસ.એન. ચુડાસમાએ જણાવ્યા મુજબ ફરિયાદમાં ૧૨ આરોપીઓના નામો આવ્યા છે તેમજ પૂછપરછમાં જેની પણ સંડોવણી ખૂલશે તેમની પણ ધરપકડ કરવામાં આવશે તેમજ હાલ પોલીસના સજ્જડ બંદોબસ્ત વચ્ચે છાછર ગામમાં શાંતિનો માહોલ હોવાનું જણાવી કોડીનાર તાલુકાની શાંતિપ્રિય જનતાને શાંતિ રાખી એકતા જાળવી રાખવા અને સંયમ જાળવવા પોલીસતંત્ર વતી અપીલ કરી અફવાથી દૂર રહેવા અને જો કોઈ અફવા ફેલાવશે તેમની વિ‚ધ્ધ ગુનો દાખલ કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS