કોડીનાર: પડતર પ્રશનોના નિકાલ માટે શિક્ષકો લોકશાહી ઢબે લડી લેવાના મૂડમા

  • March 09, 2024 10:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્ય ભરમાં આજે સરકારી કર્મચારીઓ દ્વારા વિવિધ માંગણી મુદ્દે પેન ડાઉન, શડ ડાઉન, ચોક ડાઉન કાર્યક્રમ યોજાયો છે ત્યારે ગીર સોમનાથ જિલ્લ ા ભરના શિક્ષકો એ પણ આજે તમામ પ્રકાર ની કામગીરી થી અળગા રહી વિરોધ કર્યો હતો સાથો સાથ.ગીર સોમનાથ જિલ્લ ાના છ તાલુકાના કુલ ૭૪ પે સેન્ટર માંથી ૩,૫૨૮ શિક્ષકોએ મતદાન કર્યું છે આ સાથે આરોગ્ય જિલ્લ ા પંચાયત,તાલુકા પંચાયત અને હાઈસ્કૂલના શિક્ષકો થઈ કુલ ૧૮૪૦ મત કુલ ૫૩૬૮ કર્મચારીઓ મત આપી સરકારને પોતાના પ્રશ્નો રજૂ કર્યા છે જૂની પેન્શન યોજના અને અન્ય પડતર પ્રશ્નો માટે તમામ કર્મચારીઓએ ઐતિહાસિક અને અભૂતપૂર્વ મતદાન કર્યું છે શિક્ષકો નું કહેવું છે કે કુલ ૧૨ પ્રકાર ની માંગણી છે સરકારે ભૂતકાળ મા માંગણીઓ માની પરંતુ તેનો અમલ ન કર્યો. તેમજ શિક્ષકો નુ કેહવું છે કે પેન્શન યોજના ૨૦૦૫ સુધી લાગુ કરવામાં આવે અને શિક્ષકો ને શિક્ષણ સિવાય ની વધારા ની કામગીરી સોંપવામાં આવે તે સોંપવી નં જોઈએ. અને એટલેજ આજે શિક્ષકો તમામ કામથી અળગા રહ્યા અને શાળા માં જ મોબાઈલ (હરતું ફરતું) મતદાન બુથ બનાવી મતદાન કરી અનોખી રીતે વિરોધ કર્યો હતો તો તેમની માંગી નહિ સંતોષાય તો આગામી દિવસો માં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application