જાણો અધિકમાસ (પુરુષોત્તમ મહિનો) એટલે શું?, શા માટે ગણાય છે મલિનકાળ?

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હિન્દુ કેલેન્ડરમાં દર ત્રણ વર્ષે એક વાર અધિક માસ આવે છે. જેને પુરુષોતમ મહિના તરીકે ઓળખવામાં આવે છે. હિન્દુ પુરાણોમાં આ મહિનાનું સૌથી વધુ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. માન્યતા અનુસાર અધિકમાસમાં કરેલ પુણ્યકાર્યનું 10 ગણું ફળ મળે છે. ભાવિકો આ માસમાં પોતાની શ્રધ્ધાથી ભગવાનનું વિશેષ પૂજન અર્ચન કરે છે અને મોક્ષ પ્રાપ્તિ માટે તૈયારી કરે છે. કારણકે પુરુષોતમ મહિનાને મોક્ષ પ્રાપ્તિ સાથે સીધો સંબંધ હોવાનું શાસ્ત્રોમાં જણાવ્યું છે. કહેવાયું છે કે આ સમયમાં પુરુષોતમ ભગવાનની પૂજા કરવાથી વૈકુંઠમાં વાસ થાય છે.

 

ભારતીય હિન્દુ કેલેન્ડરમાં સૂર્ય વર્ષ  અને ચંદ્ર સુર્યની ગણતરી અનુસાર ચાલવામાં આવે છે. અધિકામાસ ચંદ્ર વર્ષનો વધારાનો ભાગ છે જે 32 મહિના, 16 દિવસ અને 8 કલાકના અંતરે આવે છે. તેનું પ્રાગટ્ય સુર્ય અને ચંદ્ર વર્ષમાં વચ્ચે સંતુલન માટે થાય છે. ભારતીય ગણતરી પધ્ધતિ અનુસાર પ્રત્યેક સુર્ય વર્ષ 365 દિવસ અને 6 કલાકનો હોય છે જ્યારે ચંદ્ર વર્ષ 354 દિવસનું માનવામાં આવે છે. બંને વર્ષ વચ્ચે 11 દિવસનું અંતર હોય છે. જે દરેક ત્રણ વર્ષમાં 1 મહિનાની બરાબર થાય છે. આમ આ વધારાના સમયને બેલેન્સ કરવા માટેનો સમયગાળો એટલે અધિકમાસ.

 

હિન્દુ ધર્મમાં આ મહિના દરમિયાન કોઈ પણ પ્રકારના પવિત્ર કાર્ય કરવામાં આવતા નથી. આ મહિનાને મલિનમાસ કહેવામાં આવે છે અને તેમાં માત્ર પ્રભુ ભક્તિ કરવામાં આવે છે. સામાન્ય રીતે આ સમય દરમિયાન નામકરણ, જનોઈ, લગ્ન, અન્ય ધાર્મિક કાર્ય, હવન વગેરે જેવા કોઈ કાર્ય કરવામાં આવતા નથી અને માત્ર પુરુષોતમ ભગવાનનું પૂજન કરવામાં આવે છે.   


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application