અયોધ્યામાં બુધવારે બપોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે શ્રીરામ મંદિરના નિર્માણ કાર્યની શુભ શરૂઆત કરવામાં આવી છે. વર્ષોથી જોવાઈ રહેલ આતુરતાનો અંત આવ્યો છે અને હવે રામ જન્મભૂમિ પર રામ મંદિર આકાર લઈ રહ્યું છે. કોરોનાની કપરી પરિસ્થિતિ વચ્ચે રામભક્તો અયોધ્યા જઈ શક્યા નથી. જોકે ભવિષ્યમાં રામ મંદિરના નિર્માણ બાદ ભક્તો શ્રીરામના દર્શને અવશ્ય જશે ત્યારે રામમંદિર ઉપરાંત ધાર્મિક મહત્વ ધરાવતા અને આસ્થાનું કેન્દ્ર હોય એવા અનેક સ્થળે અયોધ્યામાં છે. માન્યતાઓ અનુસાર જ્યાં રામ તેના પરિવાર સહિત રહ્યાં હોય એવા સ્થળો. જે શ્રીરામને પણ પ્રિય હશે એવાં સ્થળોની યાદી અહી છે.
હનુમાનગઢી : અયોધ્યામાં રામ મંદિર જેટલું જ મહત્વ હનુમાનગઢીનું છે. અયોધ્યામાં રામ ભગવાનના દર્શન પહેલા હનુમાનગઢીમાં રામભક્ત હનુમાનના દર્શન કરવામાં આવે છે. કહેવાય છે કે જ્યારે રામ રાવણના યુધ્ધ બાદ રામ અયોધ્યા પરત ફર્યા હતા ત્યારે હનુમાનને આ સ્થળે રહેવાની આજ્ઞા કરી હતી. રામની આજ્ઞાથી હનુમાનજી આ જ સ્થળે કાયમી નિવાસ કર્યો. આથી રામ ભક્ત હનુમાનના સ્થાનનું અત્યંત મહત્વ છે.
રાજા મંદિર : સરયૂ નદીના કિનારે અનેક મંદિર આવેલા છે, તેમાંથી પોતાની વાસ્તુકળા માટે રાજા મંદિર વિશ્વભરમાં પ્રસિધ્ધ છે. આ મંદિરની વાસ્તુકળાનો આધુનિક આર્કિટેકે અભ્યાસ કરવો જોઈએ, એટલી બેનમુન વાસ્તુ અને કલા કારીગીરીથી આ મંદિરનું મહત્વ ખૂબ વધે છે.
સરયૂ નદી :માતા સીતાએ સરયૂ નદીનું પૂજન કર્યુ હોવાનો રામાયણમાં ઉલ્લેખ જોવા મળે છે. માતા સીતા અને ભગવાન રામે વનવાસ દરમિયાન સરયૂ નદીના કિનારે ઘણો સમય વિતાવ્યો હતો. આથી શ્રીરામના દર્શનાર્થીઓ સૌથી પહેલાં સરયૂ નદીમાં સ્નાન કરે છે અને ત્યાર બાદ શ્રીરામના દર્શન કરે છે.
કનક ભવન અને સીતા રસોઈ: પુરાણો અનુસાર માતા સીતા જ્યારે ભગવાન રામ સાથે વિવાહ બંધનથી બંધાઈને અયોધ્યા આવ્યાં હતાં ત્યારે શ્રીરામે સીતાજીને કનક ભવન ઉપહારમાં આપેલ. કનક ભવન આસ્થા અને શ્રધ્ધાનું પ્રતિક છે જ સાથે સાથે કનકભવનની વાસ્તુકલા અને કારીગરી અદ્દભૂત છે. સીતા રસોઈમાં માતા સીતા માટે રસોઈ બનાવવામાં આવતી હોવાની માન્યતા છે. આથી આ સ્થાન રામભક્તોની શ્રધ્ધાનું કેન્દ્ર છે. રામભક્તો રામમંદિર બાદ કનક ભવન અને સીતા રસોઈના દર્શન કરવાનું ચુકતાં નથી.
દંતધાવન કુંડ : કહેવાય છે કે આ કુંડમાં ભગવાન રામ રોજ સવારે પોતાના દાંત સાફ કરતા. વર્તમાનમાં એ કુંડને દંતધાવન કુંડ તરીકે ઓળખવામાં આવે છે. રામભક્તો માટે આ કુંડ આસ્થાનું પ્રતિક છે.
રાજા દશરથ મહેલ : અયોધ્યામાં રાજા દશરથ મહેલ છે, જ્યા રામલલ્લાનું બાળપણ વિત્યું હતું. માતાપિતા સાથે કિલકારીઓ કરી હતી, ભાઈઓ સાથે રમતો રમી હતી અને એક વાર શ્રીરામે ભારે જીદ કરી હતી. ત્યારથી જ કહેવાય છે કે બાળહઠ મનાવવી સૌથી મુશ્કેલ છે. આ મહેલનું પટાંગણ ખૂબ વિશાળ છે, જ્યાં દરરોજ હજારો ભક્તો એકત્ર થઈને રામલલ્લાના ગુણગાન ગાય છે. ભજન કિર્તન કરી ભક્તિ કરે છે. માન્યતા અનુસાર ભગવાનનું બાળપણ આ સ્થળે વિત્યું હોવાથી શ્રીરામના દર્શન કરનાર રાજા દશરથ મહેલના દર્શન ચોક્કસ કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationકચ્છમાં કોરોના કેર વચ્ચે વહીવટી તંત્ર ઘૂંટણિયે
April 20, 2021 09:39 AMરાજકોટ : સિવિલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ કરાવવા આવેલા દર્દી અને સ્ટાફ વચ્ચે બબાલ
April 19, 2021 08:05 PM