જાણો કોરોના વેક્સિન બનાવનાર એક્સપર્ટ ટીમ વિશે

  • January 07, 2021 02:20 AM 549 views

ભારતમાં કોરોના સામે લડવા માટે ઈમરજન્સી યુઝ માટે વેક્સિનને મંજૂરી આપવામાં આવી છે. ભારત ડ્રગ કંટ્રોલર જનરલ DGCI દ્વારા ભારતમાં જ બનેલી બે વેક્સિનને મંજૂરી આપ્યા બાદ એ વાસ્તવિકતા જ ઘણી રસપ્રદ છે કે આ બંને વેક્સિનને ભારતમાં જ ભારતીય વૈજ્ઞાનિકોએ તૈયાર કરી છે. આ વેક્સિન બનાવવા માટે ભારત બાયોટેક કંપનીનાં ડો.કૃષ્ણ એલા અને ડો.સુમતિણી ભૂમિકા મહત્વની રહી છે.

 

મોલિક્યુંલર બાયોલોજીમાં સંશોધક રહેલા ડો.કૃષ્ણાએ ભારત બાયોટેકણી સ્થાપના કરી છે. અને કોવિડ -૧૯ સામે દેશની પહેલી વેક્સિન બનાવી હતી. વિસ્કોન્સીન મેડીસીન અને મનોઆ સ્થિત હવાઈ યુનિવર્સિટીમાં શિક્ષા લેનાર ડો.કૃષ્ણાનું કહેવું હતું કે ઓરોના વેક્સિન માટે ભારત બાયોટી જે ટીમ બનાવી હતી તેમાં ડો.સુમતિએ મહત્વની ભૂમિકા નિભાવી હતી. એ અગાઉ ચિકનગુનિયા માટે પણ તેને વેક્સિન બનાવી હતી. ડો.સુમતિ જેએનયુમાંથી લાઈફ સાયન્સમાં પીએચડી કર્યું છે અને લંડનમાં યુનિવર્સિટી કોલેજ અને બેન્ગલુરૂમાંથી કોમનવેલ્થ સ્કોલરશીપ મેળવી છે. આ ઉપરાંત કોરોના વેક્સિન ડેવલપમેન્ટ કરનાર ટીમમાં ડો.રેચેજે પણ મહત્વની ભૂમિકા ભજવી છે. રેચેજ કોવિક્સનણી સેફ્ટી અને પ્રતિરોધી ક્ષમતા ઉપર રીસર્ચ પેપેર લખી ચુક્યા છે.અને અગાઉ પણ અનેક વેક્સિન ઉપર ડેટા એનાલિસિસ કરી ચુક્યા છે. જ્યારે મુખ્ય ડો.કૃષ્ણાએ દક્ષિણ કેલિફોર્નિયાણી મેડીકલ યુનિવર્સિટીમાં કામ કર્યું છે. ૧૯૯૬માં એલાએ પોતાની કંપની શરૂ કરી અને આજે હજારો કર્મચારીઓ કામ અરે છે. કોવેકસીન પહેલા તેમની કંપની ભારત બાયોટેકે અગાઉ ચિકનગુનિયા, જીકા વાયરસ, રોટાવાયરસ, રેબીજ, જાપાની ઇન્સેફલાટીસ અને  H1N1 સામે વેક્સિન બનાવી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application