Paush Amavasya 2021 : જાણો 2021માં પડતી પૌષ અમાવાસ્યની તારીખ, શુભ મુર્હત અને મહત્વ

  • January 12, 2021 04:23 PM 659 views

આ વર્ષે પૌષ અમાવાસ્યા 13 જાન્યુઆરી બુધવારે આવે છે. હિન્દુ કેલેન્ડર મુજબ, પોષ અમાવસ્યા એ પૌષ મહિનાના કૃષ્ણ પક્ષની અંતિમ તારીખ છે. આ તારીખ ધાર્મિક અને જ્યોતિષીય દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે દાન અને સ્નાનનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. આ કરવાથી વ્યક્તિ પુણ્ય પ્રાપ્ત કરે છે. એવું માનવામાં આવે છે કે અમાવસ્યા તિથિ પર વ્યક્તિએ ખરાબ કર્મો અને નકારાત્મક વિચારોથી દૂર રહેવું જોઈએ. ચાલો જાણી લો પૌષ અમાવસ્યનો શુભ સમય અને મહત્વ.

પૌષ અમાવસ્યનો શુભ મુહૂર્ત,
અમાવસ્યા તિથિનો પ્રારંભ- 12 જાન્યુઆરી 2021, બપોરે 12: 22 વાગ્યે 
અમાવસ્યા સમાપ્તિ તિથી- 13 જાન્યુઆરી 2021, સવારે 10: 29 વાગ્યે.

અમાવસ્યા તિથિનું મહત્વ 
શાસ્ત્રોમાં, આ દિવસનું મહત્વ ઘણું કહેવામાં આવ્યું છે. આ દિવસે અનેક શુભ કાર્યો કરવામાં આવે છે. અમાવસ્યા તિથિ પર, ઘણા લોકો તેમના પિતૃઓને પ્રસન્ન કરવા માટે શ્રાદ્ધ કર્મ કરે છે. પિતૃ તર્પણ, ગંગા સ્નાન અને આ દિવસે દાન કરવું વધુ ફળદાયી માનવામાં આવે છે. આ તિથી પિતૃ દોષથી છુટકારો મેળવવા માટે મદદરૂપ માનવામાં આવે છે.

અમાવાસ્ય તિથિની પૂજા વિધિ  પદ્ધતિ 
-અમાવાસ્યાના દિવસે , પવિત્ર નદી, જળાશય અથવા તળાવમાં સ્નાન કરો.
- સૂર્યદેવને અર્ઘ્ય ચઢાવ્યા પછી પૂર્વજોને અર્પણ કરો.
-તાંબાનાં વાસણમાં શુદ્ધ પાણી, લાલ ચંદન અને લાલ ફૂલો નાખીને અને સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરો.
- પિતૃઓની આત્માની શાંતિ માટે વ્રત રાખો અને કોઈપણ ગરીબ વ્યક્તિને દાન આપો.
- જે લોકો પિતૃ દોષથી પીડિત છે તેમણે ઉપવાસ કરવો  

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, અમાવસ્યા તિથિને ધાર્મિક અને આધ્યાત્મિક ચિંતન માટે શ્રેષ્ઠ મહિનો માનવામાં આવે છે. આ દિવસે સૂર્ય અને ચંદ્ર સમાન રાશિમાં હોય છે. અમાવસ્યા પર જન્મેલા વ્યક્તિની કુંડળીમાં ચંદ્ર દોષ રહે છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application