જાણો પિતાના કારણે સબ્યસાચીએ મનમાં શું સંકલ્પ કર્યો હતો

  • January 13, 2021 03:45 PM 544 views

બોલિવુડમાં એક્ટ્રેસ ફેશન અને ડ્રેસથી ઓળખાય છે. યંગસ્ટર્સ તેના ફેવરીટ એક્ટર કે એક્ટ્રેસને ફોલો કરતા હોય છે. પરંતુ આ તેને આકર્ષક લુક આપવા માટે સૌથી મોટો હાથ ડ્રેસ ડીઝાઈનરનો હોય છે. બોલિવુડના આવાવ જ એક ડીઝાઈનર સબ્યસાચી મુખર્જીનો પણ જાદુ ચાલે છે. તેના ડ્રેસ લગભગ સ્ટાર પસંદ કરે છે. જોકે યુવાઓ માટે સબ્યસાચીની સફળતા વિશે જાણવું ખરેખર રસપ્રદ બનશે.

 

સબ્યસાચી મુખર્જી સામાય પરિવારમાંથી આવતાં હતાં. તેના પિતાની આવક સારી હતી પરંતુ તેને પિતા જ્યારે સબ્યસાચીના પિતાને નોકરીમાંથી કાઢી નાખવામાં આવ્યા ત્યારે તેના પરિવારની મુશ્કેલીઓ વધી. અચાનક નોકરીમાંથી કાઢી નાખવાથી જીંદગી ઘણી પ્રભાવિત થઇ હતી. જોકે નોકરી ગુમાવ્યા સમયે સબ્યસાચીના પિતાએ તેનો કોન્ફીડન્સ ગુમાવ્યો નહોતો. તે સમયે સબ્યસાચીએ મનમાં નિશ્ચિત કર્યું હતું એ તે એવું કામ કરશે જેથી તેને મુશ્કેલ સમયનો સામનો કરવો પડે નહી. ઉપરાંત તે લોકોને નોકરી આપવાના ઈરાદા ધરાવતા હતાં.

 

સબ્યસાચી પહેલાથી જ કશુંક વિશેષ કરવાની ઈચ્છા ધરાવતા હતા. આથી તેને સબ્યસાચી લેબલનો બિઝનેસ શરુ કર્યો. તે માટે તેમની બહેન પાસેથી ૨૦.૦૦૦ રુપિયા ઉધાર લઈને બિઝનેસની શરૂઆત કરી. આજે એટલા મોટા બિઝનેસમેન બની ગયા છે કે બોલિવુડના લગભગ સિતારાઓ સબ્યસાચીના ડિઝાઈન કરેલા વસ્ત્રપરિધાન કરે છે. રાણી મુખર્જી, તબ્બુ, શબાના આજમી, સુષ્મિતા સેન, કરીના કપૂર, અનુષ્કા શર્મા, એશ્વર્યા રાય બચ્ચન, દીપિકા પાદુકોણ સહિતના તમામ સબ્યસાચીની બનાવેલી ડિઝાઈનના દીવાના છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application