ફળ અને શાકભાજી બંને આપણા રોજીંદા આહારનો ભાગ છે. તેનાથી શરીરને જરૂરી વિટામિન અને મિનરલ્સ મળે છે. આરોગ્ય નિષ્ણાતો કહે છે કે ફળો અને શાકભાજીનો દરરોજ આહારમાં સમાવેશ કરવો જોઈએ પરંતુ એ માટે તે બંનેને યોગ્ય રીતે સ્ટોર કરવા ખૂબ જ જરૂરી માનવામાં આવે છે.
કેટલાક લોકો એક અઠવાડિયાના ફળ અને શાકભાજીની ખરીડી સાથે કરતા હોય છે. ત્યારે ઘણી વખત લોકો આ બંને વસ્તુઓ એકસાથે સ્ટોર કરે છે પરંતુ આ રીતે સ્ટોર કરવામાં સાવચેત રહેવું જોઈએ. તો એ પહેલા જાણી લો કેટલા શાકભાજી અને ફળોને એકસાથે સ્ટોર ન કરવા જોઈએ.
મોટાભાગના ઘરોમાં બટેટા અને ડુંગળી એકસાથે રાખવામાં આવે છે. પરંતુ શું જાણો છો કે આ બંનેને એકસાથે ન રાખવા જોઈએ. બટેટાને ડુંગળી સાથે રાખવાથી તે ઝડપથી અંકુરિત થાય છે. ડુંગળીમાંથી ઇથિલિન ગેસ નીકળે છે. આ જ કારણ છે કે બટેટા ઝડપથી બગડવા લાગે છે. તે જ સમયે બટેટામાંથી નીકળતા ભેજને કારણે ડુંગળી પણ સડવા લાગે છે.
ટામેટાં અને કાકડી
મોટાભાગે ફ્રિજના નીચેના ભાગ(ખાના)માં શાકભાજી અને ફળો સ્ટોર કરવામાં આવે છે. કેટલાક લોકો તેમાં કાકડી અને ટામેટા એકસાથે રાખે છે. જો તમે પણ બંનેને સાથે રાખતા હોય તો હવે આ ભૂલ ન કરતા. ટામેટાંમાંથી નીકળતા ઇથિલિન ગેસને કારણે કાકડી ઝડપથી સડવા લાગે છે.
દ્રાક્ષ અને લીલા પાંદડાવાળા શાકભાજી
લીલા પાંદડાવાળા શાકભાજીને ક્યારેય દ્રાક્ષ સાથે સ્ટોર ન કરવા જોઈએ. દ્રાક્ષ એ ઇથિલિનનો સમૃદ્ધ સ્ત્રોત છે. આના કારણે પાલક સુકાઈ શકે છે. આવી સ્થિતિમાં, બંનેને એકસાથે સ્ટોર ન કરો.
બ્રોકોલી અને ટામેટાં
બ્રોકોલી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે પરંતુ સ્ટોર કરતી વખતે ધ્યાનમાં રાખો કે ટામેટાં સાથે બ્રોકોલી ન રાખો. આમ કરવાથી બ્રોકોલી ઝડપથી પીળી થવા લાગે છે અને તેનું પોષણ તત્વો પણ ઘટે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત વિદેશી રોકાણને આકર્ષવા પરમાણુ કાયદાઓને હળવા કરશે
April 19, 2025 10:22 AMહવે ઇસરો વોટર બેરને મોકલશે અંતરીક્ષમાં
April 19, 2025 10:18 AMગ્લેશિયર પીગળતાં 200 કરોડ લોકો પર જોખમ
April 19, 2025 10:14 AMદિલ્હીના મુસ્તફાબાદમાં મકાન ધરાશાયી થતા છના મોત
April 19, 2025 10:00 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech