નવા થોરાળા વિસ્તારમાં રહેતા યુવાનને નવયુગપરા આ પાસે અલગ–અલગ બે વાહનમાં આવેલા ત્રણ શખસોએ રોકી હત્યાના કેસમાં સમાધાન કરી લેવાનું કહ્યું હતું પરંતુ, યુવાનો ઇનકાર કરતા આ શખસે ઉશ્કેરાઇ યુવાન પર છરી વડે હત્પમલો કરી દીધો હતો. જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અગાઉ યુવાનના ભાણેજની આરોપીઓએ હત્યા કરી હોય જે કેસમાં સમાધાન માટેનું કહી આ હત્પમલો કર્યેા હતો.
બનાવવાની જાણવા મળતી વિગતો મુજબ, નવા થોરાળા વિસ્તારમાં શેરી નંબર છમાં રહેતા ગિરીશ ઉર્ફે રાકેશ હરિભાઈ ખીમસુરીયા(ઉ.વ ૨૫) નામના યુવાને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકેઆનદં ઉર્ફે કાળુ રવિભાઈ મુછડીયા, નીતિન રવિભાઈ મુછડીયા, પ્રકાશ રવિભાઈ મુછડીયા (રહે. બધા ઘાચીવાડ, રાજકોટ)ના નામ આપ્યા છે.
યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલ સાંજના તે પોતાના મિત્રનું એકટીવા લઈ નવયુગપરા ૭ માં રહેતા તેમના બહેન હંસાબેનના ઘરે ગયો હતો. પરંતુ બહેન ઘરે ન હોવાથી તે એકટિવા લઇ ઘરે પરત જતો હતો ત્યારે અહીં નવયુગપરા શેરી નંબર ૭ ના ખૂણા પાસે બે અલગ–અલગ વાહનોમાં આરોપીઓ આવ્યા હતા અને યુવાનને અટકાવ્યો હતો. બાદમાં આરોપીઓએ કહ્યું હતું કે, એકાદ વર્ષ પૂર્વે થોરાળામાં તારા ભાણેજ સિદ્ધાર્થનું મર્ડર થયું હતું જે કેસ ચાલે છે આ કેસમાં તારા બહેન બનેવીને કે સમાધાન કરી નાખે જેથી યુવાને સમાધાન નથી કરવું તેમ કહેતા આનદં ઉર્ફે કાળુએ છરી કાઢી યુવાને ખંભાના ભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો બાદમાં બીજો ઘા મારવા જતા યુવાને ફરી પકડવા જતા તેને હાથના ભાગે ઇજા પહોંચી હતી આ શખસોએ ધમકી આપી હતી કે, કેસ પાછો નહીં ખેંચે તો જાનથી મારી નાખીશ. હત્પમલામાં ઘવાયેલા યુવાનને ઇજા પહોંચતા તે પોતાનું એકટિવા લઇ અહીંથી ભાગી ગયો હતો. બાદમાં તે બનેવીના ઘરે પહોંચ્યો હતો જેથી તેને ૧૦૮ મારફત સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
યુવાને પોતાની ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, એકાદ વર્ષ પૂર્વે તેના ભાણેજ સિદ્ધાર્થ ઉર્ફે રઘાનું થોરાળા વિસ્તારમાં મર્ડર થયું હતું જેમાં આરોપી આનદં ઉર્ફે કાળુ અને તેનો ભાઈ નીતિન આરોપીઓ હોય જે કેસમાં સમાધાનનું કહેતા યુવાને સમાધાન કરવાનો ઇનકાર કરતા આ હત્પમલો કરવામાં આવ્યો હતો.આ મામલે યુવાનની ફરિયાદ પરથી પોલીસે ત્રણેય આરોપીઓ સામે આઇપીસીની કલમ ૩૨૬, ૩૨૩, ૫૦૬(૨), ૫૦૪, ૩૪૧ અને ૧૧૪ મુજબ ગુનો નોંધી જરી કાર્યવાહી કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર ટેરિફ વધારીને કર્યો 125%, મોટાભાગના દેશો માટે 90 દિવસનો વિરામ કર્યો જાહેર
April 09, 2025 11:31 PMગોંડલ રાજવાડી હુમલો: 22 વર્ષ જૂના કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ જાહેર
April 09, 2025 10:38 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર
April 09, 2025 07:21 PMGujarat: વર્ષ 2025-26નું શાળાકીય કેલેન્ડર જાહેર: સપ્ટેમ્બરમાં પ્રથમ પરીક્ષા, 80 દિવસની રજા
April 09, 2025 07:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech