રાજકોટ સારવારમાં ખસેડાતા પગ કાપવો પડે એવી સ્િિત: પોલીસની નિવેદન નોંધવા તજવીજ
જામનગરના મયૂરનગરમાં રહેતા યુવકનું કારમાં અપહરણ કરી દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા પાસે વાડીમાં લઇ જઈ લોંખડના પાઇપ અને ધોકા વડે બેફામ માર મારતા યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. યુવાનના પગમાં ગંભીર ઇજા હોવાી પગ કાપવો પડે એવી સ્િિત ઉભી ઈ છે. બનાવ અંગે જામનગર પોલીસને જાણ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગત મુજબ જામનગરના મયૂરનગરમાં બાપા સીતારામની મઢુલી પાસે રહેતો અને મંડપ સર્વિસનું કામ કરતા મહેશ કાનજીભાઈ સીતાપરા (ઉ.વ.૨૩) નામનો યુવક ગત તા.૧૮ના મયૂરનગર નજીક આવેલી કમલેશભાઈની વાડીએ હતો ત્યારે જયપાલસિંહ અને તેનો નાનો ભાઈ રવિરાજસિંહ સહિતના અજાણ્યા શખ્સ સો મળી અર્ટિગા કારમાં અપહરણ કરી જામ ખંભાળિયા પાસે આવેલી વાડીએ લઈ જઈ ધોકા અને પાઇપ વડે આડેધડ મારમારી સાંજે પાછા કમલેશની વાડીએ નાખી ચાલ્યા જતા યુવકને ગંભીર ઇજા વાી પ્રમ જામનગર જીજી હોસ્પિટલ અને ત્યાંી વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યો છે. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે જામનગર પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી નિવેદન નોંધવાની તજવીજ હા ધરી છે.
યુવકના પરિવારજનોના કહેવા મુજબ મહેશને ગરાસિયા પરણિત પ્રેમિકા સો પ્રેમ સબંધ હોવાની જાણ તેના પરિવારજનોને ઇ જતા અગાઉ પણ આ બાબતે મારકૂટ કરી હતી. અને ૧૮મીએ તેનું અપહરણ કરી મારમાર્યો હતો. આક્ષેપો અંગે પોલીસે તપાસ હા ધરી છે.
***
ખંભાળિયાના તરુણ ઉપર છરી વડે હુમલો: મારી નાખવાની ધમકી સબબ બે સામે ફરિયાદ: સામા પક્ષે પણ ત્રણ સામે ગુનો નોંધાયો
ખંભાળિયામાં રેલવે સ્ટેશન રોડ ઉપર સાંકેત હોસ્પિટલ વાળી ગલીમાં રહેતા અકીલ અજીજભાઈ ગજણ નામના ૧૭ વર્ષના તરુણના પરિવારની એક યુવતી ઘરેથી જતી રહી હોય, આ પ્રકરણમાં આરોપી આકીબ હાસમ ઉઢાર નામના શખ્સનું નામ કહેવાતું હોવાથી આ અંગેનું મનદુ:ખ રાખી અને આરોપી આકીબ હાસમ તેમજ ફારુક જુસબ ઉઢાર નામના બે શખ્સોએ મોટરસાયકલ પર આવી અને તેમને અહીંના ધરમપુર વિસ્તારમાં લાલપુર બાયપાસ ફાટક પાસે રોક્યો હતો.
બંને આરોપીઓ દ્વારા ફરિયાદી અકીલને બિભત્સ ગાળો કાઢી અને ગુપ્ત ભાગે લાત મારી, છરી વડે હુમલો કરતા આ અંગે ખંભાળિયા પોલીસે આરોપી આકીબ હાસમ અને ફારુક જુસબ સામે આઈ.પી.સી. કલમ ૩૨૪, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ તથા જી.પી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, બંનેની અટકાયત કરી લીધી હતી.
સામા પક્ષે ફારૂક જુસબભાઈ ઉઢાર નામના ૩૨ વર્ષના યુવાન દ્વારા અજીજ આમદ ગજણ, ઈકબાલ આમદ ગજણ અને હાસમ ધારાગઢિયા નામના ત્રણ શખ્સો સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદી ફારુકભાઈ પોતાના ઘર પાસે ઉભા હતા, ત્યારે આરોપીઓએ પોતાના હાથમાં લાકડાના ધોકાઓ લઈને આવ્યા હતા અને તેમને કહેલ કે "તું અમારી દીકરીને ભગાડવામાં તારો હાથ છે." એમ કહી, હુમલો કરી, ઇજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ પ્રકરણમાં પણ પોલીસે આઈપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ એ.એસ.આઈ. જે.પી. જાડેજા દ્વારા હાથ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech