જર્મનીના સોલિંગનમાં ફેસ્ટિવલ દરમિયાન છરીથી હુમલો, ત્રણનાં મોત, ૪ લોકો ઘાયલ

  • August 24, 2024 01:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જર્મનીના સોલિંગનના ૬૫૦ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આયોજિત પાર્ટી દરમિયાન શુક્રવારે રાત્રે એક અજાણ્યા શખ્સે લોકો પર છરીથી હત્પમલો કર્યેા હતો જેમાં ત્રણના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે.
ઘટના બાદ હત્પમલાખોર સ્થળ પરથી નાસી જવામાં સફળ રહ્યો હતો.વધુ તપાસ સ્થાનિક પોલીસ ચલાવી રહી છે.
જર્મનીના સોલિંગનમાં એક ઇવેન્ટ દરમિયાન અજાણ્યા હત્પમલાખોરે લોકો પર છરીથી હત્પમલો કરી દીધો. સ્થાનિક અખબારના અહેવાલો અનુસાર, આ હત્પમલો સેન્ટ્રલ સ્કવેર ફ્રેનહોફ પર થયો હતો. યાં લાઇવ મ્યુઝિક માટે સ્ટેજ બનાવવામાં આવ્યું હતું.
હત્પમલાખોર ફરાર
હત્પમલાની માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. સાથે જ લોકોને વિસ્તાર ખાલી કરવા કહ્યું. પોલીસે અજાણ્યા હત્પમલાખોરની શોધમાં સર્ચ ઓપરેશન શ કરી દીધું છે. નજીકના સીસીટીવી ફટેજની તપાસ કરવામાં આવી રહી છે. ઉપરાંત, પોલીસે આતંકવાદની શકયતા પણ વ્યકત કરી છે સોલિંગનની સ્થાપનાની ૬૫૦મી વર્ષગાંઠ નિમિત્તે શહેરમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સોલિંગનની વસ્તી ૧ લાખ ૬૦ હજાર છે અને તે કોલોન અને ડસેલડોર્ફના મોટા શહેરોની નજીક સ્થિત છે.
શહેરનો વિસ્તાર છોડવા અપીલ
જર્મન સમાચાર એજન્સીના અહેવાલમાં અનામી પોલીસ સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે હથિયાર છરી હોવાનું માનવામાં આવી રહ્યું છે અને હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. પાર્ટીના એક સહ–આયોજકે જણાવ્યું કે હત્પમલામાં ૯ લોકો ઘાયલ થયા છે, જેઓની હાલત ગંભીર છે. કાર્યક્રમને અસ્થાયી રીતે મોકૂફ રાખવામાં આવ્યો. પોલીસે કોમ્બિંગ માટે સમગ્ર શહેરની નાકાબંધી કરી દીધી છે અને એલર્ટ જારી કરી દીધું છે.
મેયરે વ્યકત કર્યેા શોક
શહેરના મેયર ટિમ કુર્ઝબેચે સોલિંગનના ફેસબુક પેજ પર લખ્યું કે, અમે બધા અમારા શહેરની વર્ષગાંઠ સાથે મળીને ઉજવવા માંગતા હતા પરંતુ હવે અમારે મૃતકો અને ઘાયલોનો શોક મનાવવો પડશે. મેયરે બચાવ અને સુરક્ષા કર્મચારીઓનો તેમની મદદ માટે આભાર માન્યો અને ઘાયલોન માટે પ્રાર્થના કરી હતી
મે મહિનામાં પણ
આવી જ ઘટના બની હતી
આ વર્ષના મે મહિનાની શઆતમાં પણ જર્મનીના મૈનહેમમાં એક અજ્ઞાત હત્પમલાખોરે એક જમણેરી પ્રદર્શનકારી ઓ પર છરીથી હત્પમલો કર્યેા હતો.
જેમાં એક પોલીસ અધિકારી સહિત ઘણા લોકો ઘાયલ થયા હતા. આ હત્પમલો ત્યારે થયો યારે એક વૃદ્ધ વ્યકિત ઇસ્લામ વિરોધી કાર્યકર્તા માઇકલ સ્ટર્ગન્સબર્ગર દ્રારા બોલાવવામાં આવેલી જમણેરી વિરોધ સભાને સંબોધવાની તૈયારી કરી રહ્યો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application