\
કોઠારિયા રોડ પર હત્પડકો ચોકડી નજીક તિરૂપતી સોસાયટી–૪માં રહેતા મોબાઈલ ફોનના ધંધાર્થી પાસે દુકાન ખાલી કરાવવા છ શખસોએ દંપનતી તથા તેના પુત્ર પર ધોકા, પાઈપ, છરી સાથે ધસી જઈને હત્પમલોકરતા ઈજાગ્રસ્તોને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આજી ડેમ પોલીસ દ્રારા ઈજાગ્રસ્ત મહિલાની ફરિયાદના આધારે હત્પમલાખોરો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
મહિલા લીનાબેન કિરીટભાઈ ફિચડિયા ઉ.વ.૪૨એ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં પોતે તથા પતિ કિરીટભાઈ ઘરે હાજર હતા ત્યારે પુત્ર રોહનનો ફોન આવ્યો હતો કે તાત્કાલિક દુકાને આવો પ્રતાપ લાવડિયા તથા અજાણ્યા ચારથી પાંચ શખસો ધોકા, પાઈપ લઈને દુકાન ખાલી કરાવવા માટે આવ્યા છે. જેથી દંપતી કોઠારિયા રોડ કનૈયા ચોક ખાતે આવેલી પોતાની જય અંબે મોબાઈલ નામની દુકાન પર પહોંચ્યા હતા. ત્યાં હાજર પ્રતાપ તથા અન્યો ગાળો આપવા લાગ્યા અને દુકાન ખાલી કરીને જતા રહેવા ધમકી આપી હતી.
ધોકા, પાઈપથી કિરીટભાઈ પર આડેધડ ઘા ઝીંકવા લાગ્યા હતા. એક શખસે છરી કાઢી મારવા જતાં લીનાબેને વચ્ચે હાથ નાખ્યો હતો. જેથી જમણા હાથમાં કાંડાના ભાગે છરી લાગી ગઈ હતી. લોહી વહેવા લાગ્યું હતું. સરાજાહેર હુમલાથી અન્ય લોકો એકત્રિત થઈ જતાં હત્પમલાખોરો નાસી છૂટયા હતા. ઈજાગ્રસ્ત હાલતમાં દંપતી સારવાર માટે સિવિલ હોસ્પિટલે પહોંચ્યા હતા.
ફરિયાદમાં નોંધાવ્યા મુજબ દુકાન અગિયાર માસ પહેલા મયુરસિંાહ સતુભા જાડેજા પાસેથી ખરીદ કરી હતી જે દુકાનના સાત લાખ ચૂકવવાના બાકી હતા. દુકાન મયુરસિંહે પ્રતાપ લાવડિયાને વેચી દીધી હતી. જેથી પ્રતાપ દુકાન ખાલી કરાવવા સાગરીતોને લઈને હથિયારો સાથે ધસી આવ્યો હતો અને હત્પમલો કર્યેા હતો. આજીડેમ પોલીસે મહિલાની ફરિયાદ આધારે પ્રતાપ તેમજ અજાણ્યા અન્ય ચારથી પાંચ શખસો સામે ગુનો નોંધી આરોપીઓની ધરપકડની તજવીજ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMઅમન અરોરા પંજાબમાં AAPના અધ્યક્ષ બનશે, CM ભગવંત માને કરી જાહેરાત
November 22, 2024 05:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech