ખંભાળિયાના સેવાભાવી યુવા કાર્યકરો દ્વારા જીવનજરૂરી ચીજવસ્તુઓ સાથેની કીટ વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોમાં મોકલાઈ

  • May 26, 2021 10:56 AM 

500 થી વધુ કીટ અમરેલી, જાફરાબાદ, ઉના મોકલાઈ

ખંભાળિયાના સેવાભાવી યુવાનો દ્વારા લોકભાગીદારીથી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ઘઉંનો લોટ, ડુંગળી, બટાટા, તેલ, ચોખા જેવી વસ્તુઓ સાથેની કિટ બનાવવામાં આવી છે. આ પ્રકારની 500થી વધુ કીટ બનાવી, વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલવામાં આવી છે. 

આ સેવાકાર્ય માટે મૌલિકભાઈ આહિર, જીવાભાઇ ધ્રાંગુ, પરબતભાઈ ધ્રાંગુ, વિમલભાઈ ચાવડા, પ્રતિકભાઇ ચાવડા, પાલભાઈ ચાવડા, કરણભાઈ ગાગીયા, કરસનભાઈ છુછર તથા તેમની ટીમ, હિરેનભાઈ પિંડારિયા આશિષભાઈ ગોજીયા તેમજ સેવાભાવી યુવા કાર્યકરોની નોંધપાત્ર જહેમત ભારે આવકારદાયક બની રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS