ગઇકાલે મકર સંક્રાંતિનો તહેવાર સમગ્ર સૌરાષ્ટ્ર્રમાં રંગેચંગે ઉજવાયો હતો. વહેલી સવારથી પતગં રસીયાઓએ અગાસી અને ધાબાઓ પર જઇને પતંગો ઉડાડયા હતાં. જેના કારણે આકાશમાં જાણે રંગબેરંગી પતંગોની રંગોળી બની ગઇ હતી. કાઇપો છે...ના નાદ સાથે અગાસીઓ ગુંજી ઉઠી હતી. ઉતરાયણ પર સવારે સૌરાષ્ટ્ર્રમાં ૧૦ કિ.મી. તો બપોરે ૮ કિ.મી.ની ગતિએ પવન ફત્પંકાયો હોવાથી પતગં રસિયાઓનો ઉત્સાહ બેવડાયો હતો. જયારે લોએસ્ટ તાપમાન ૯.૯ ડીગ્રી રહ્યું હતું. સાંજના સમયે લોકોએ ફટાકડા ફોડયા હતાં અને સાથે ડી.જે. પર ગીત ગરબા વગાડી લોકો ઝૂમ્યા હતાં. પરંતુ ઠાર અને ઠંડી વધુ હોવાના કારણે લોકો ધાબા પરથી વહેલા નીચે ઉતરી ગયા હતાં. ઉતરાયણ પર દાન–પૂણ્યનું મહત્વ હોવાથી ગૌશાળાના સ્ટોલમાં તથા અન્ય જગ્યાઓએ લોકોએ અનુદાન આપી પુણ્યનું ભાથું બાંધ્યુ હતું.
અક્ષર મંદિરે પતગં ફીરકીના શણગાર દર્શન
ગોંડલના પ્રખ્યાત સ્વામિનારાયણ અક્ષર મંદિરે મકર સંક્રાંતિના પર્વ નિમિતે ભગવાન સ્વામિનારાયણને પતગં ફીરકીનો શણગાર કરવામાં આવેલ. હરિભકતોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
ગોંડલના અક્ષય ભારતી મંડળ દ્રારા અનાજ કીટ વિતરણ
મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે ગોંડલ અક્ષય ભારતી મિત્ર મંડળ દ્રારા ગ શહેરમાં રહેતા કેન્સર પીડિત ૧૦ પરિવારોને તેમજ ગરીબ અને વિધવા પરિવાર મહિલાઓને ૧૦૦ જેટલી અલગ અલગ ૨૭ જેટલી સામગ્રી કીટ તૈયાર કરી આપવામાં આવી હતી. અક્ષય ભારતી મિત્ર મંડળ ગોંડલ છેલ્લ ા ૨૮ વર્ષથી ૮૦ જેટલા સભ્યોથી કાર્યરત છે સર્વે સભ્યો અને દાતાઓના સહયોગથી અલગ અલગ પ્રકારની સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે દર વર્ષે ત્રણ તહેવારોમાં રાશન કીટ આપવામાં આવે છે.
કોડીનારમાં ગૌરક્ષકો દ્રારા ગાયોને ઘાસચારો અપાયો
કોડીનાર તથા આજુબાજુના વિસ્તારમાં બિલેશ્વર ગૌરક્ષકોની ટીમ દ્રારા નિરાધાર ગાયોના ઘાસ અને લીલો છારો આપી અને સરસ કામ કયુ છે. આ અનેક તહેવારોમાં આ રીતે કામ થાય તે માટે લોકોને માર્ગદર્શન પણ તથા પતગં ચગાવવા માટે ચાઈનીઝ દોરી નાં વાપરવાની પણ હરેક સ્ટોલ પર જાઈને અપીલ કરવામાં આવી. આ ટીમ નિરાધાર ગાયો ની નિસ્વાર્થ ભાવે સેવા કરે છે.
કાઈપો છે...ના નાદથી ગોંડલ શહેર ગુંજી ઉઠું
મકર સંક્રાંતિ ના પર્વ પર પતગં રસિયાઓ માટે જાણે દિવાળી જેવો માહોલ હોય ગોંડલ શહેરના અનેક વિસ્તારોમાં પતગં રસિયાઓ વહેલી સવાર થી જ પોતાના ઘર ધાબા લેટ ની અગાસી ઉપર ચડી ગયા હતા.બપોરના સમયે ઉંધીયુ,ખીચડો સહિત ની વાનગીનો સ્વાદ માણ્યો હતો.સાથે સાથે ડી.જે ના તાલ સાથે અગાસી પર પરિવારજનો સાથે ગરબા રમ્યા હતા.ગોંડલ શહેરમાં એ કાઈપો છે... તેમજ ઢીલ દે... ના નાદ થી ગુંજી ઉઠું હતું.તેમજ જીંજરા, ચીકી, શેરડી સહિત ની ચીજવસ્તુઓ નો આનદં માણ્યો હતો.
ઉપલેટાના વડાળીમાં અનોખી ઉજવણી
ઉપલેટા તાલુકાના વડાળી ગામે સરકારી આયુર્વેદ દવાખાનું વડાળી અને આંગણવાડી કેન્દ્ર વડાળીના સંયુકત ઉપક્રમે પોષણ ઉડાન અભિયાન અતર્ગત પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી. સરકારી આયુર્વેદ દવાખાનું વડાળીના ડો. સમીર ગઢિયા દ્રારા બાળકોની આરોગ્ય તપાસ કરી પોષણ અંગે માર્ગદર્શન આપી કુપોષિત બાળકોને વજન વધારવા માટે આયુર્વેદિક દવાઓ આપવામાં આવી. ત્યારબાદ હાજર રહેલા તમામ બાળકો દ્રારા પતગં ઉડાન કરી પતંગોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ ને સફળ બનાવવા આંગણવાડી ના કર્મચારી ઓ એ જહેમત ઉઠાવી હતી.
ધોરાજી: પૂર્વ ધારાસભ્ય વસોયાએ પતગં ચગાવી સરકારને ઝપટમાં લીધી
ધોરાજીમાં ઉતરાયણના ત્યોહારની ધામધૂમથી ઉજવણી કરાઈ પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા એ મિત્રો સર્કલ સાથે પતગં ચગાવી અમરેલી ના લેટર કાડ બાદ દીકરી ઉપર થયેલ
અત્યચાર મુદ્દે સરકારને લીધી ઝપટ
રાજકોટ જિલ્લ ામાં ઉતરાયણનો ત્યોહારની ધામ ધૂમથી ઉજવણી કરવામાં આવેલ અને પતગં રસિયા ઓ પતગં ચગાવી કાપીયો છે કાપીયો છે ના બુમ પાડી ઉતરાયણ ન ઉજવણી કરી હતી આ તકે પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા એ પણ મિત્રો સર્કલ સાથે પતગં ચગાવી હતી અને અમરેલીમાં લેટર કાડ મુદ્દે દીકરી ઉપર થયેલ અન્યાયને અત્યચાર ગણાવીયો હતો અને કહેલ કે સામાજિક અને રાજકીય આગેવાનો અને કોઈપણ પાર્ટીના આગેવાનો એ પણ કહેલ કે પોલીસે દીકરી ઉપર ખોટો અત્યાચાર કર્યેા છે
ત્યારે સતા ના મદ માં હવામાં ઉડતા સાસકો ગ્રાઉન્ડ લેવલ રજુવાતો ધ્યાન માં આવે એટલે પતગં ઉપર દીકરી ને ન્યાય મળે એટલ પતગં ઉપર બેનરો ચિપકાવી દીકરીને ન્યાય મળવા માગ કરી હતી
આ તકે ત્રણ પોલીસ કર્મચારીઓ ને સસ્પેન્ડ કરવા બાબતે લલિત વસોયા એ જણાવેલ કે આ ત્રણ પોલીસ કર્મચારીઓ તો માત્ર નાની માછલીઓ છે પણ તેમણે ઓડર્ર આપનાર પીઆઇ પીએસઆઇ એસપી સામે પણ પગલાં લેવા જોઈએ યાં સુધી પગલાં નહીં લેવાય ત્યાં સુધી જન આંદોલન ચાલુ રહશે
ધોરાજી ઉપલેટામાં હાલ ખાણ ખનીજ વિભાગ રેતી માફિયા ઓ બે ફામ બનિયા છે પરંતુ અધિકારી નિ મિલી ભગત થી બેફામ બનિયો છે ત્યારે તત્રં કાર્યવાહી કરવા માગ કરી છે
ધોરાજીમાં પતંગનો દોર બન્યો કાતિલ
ધોરાજી થી બાઈક લઈ જઈ રહેલ યુવકના ગળાના ભાગે પતંગનો દોર આવતા ગળું ચિરાયુ ઉદય માંકડ નામના વ્યકિત ધોરાજી થી જેતપુર જઈ રહેલ ત્યારે અચાનક પતંગનો દોર ગળાના ભાગે આવતા ગંભીર ઈજાગ્રસ્ત ઈજાગ્રસ્ત ને ૧૦૮ મારફત ધોરાજી સરકારી હોસ્પિટલ ખસેડાયો પતગં નો કાતિલ દોર બની રહ્યો છે.
ગોંડલમાં ગાયોની સેવા કરી મકરસંક્રાંતિની ઉજવણી
૧૦૮ ચીરાઈજીની અધ્યક્ષતામાં ગૌમંડળ ગૌ સેવાની ગૌશાળામાં ગાયોની પૂજન કરી રાજદાન સાથે મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરવામાં આવી રાજુભાઈ પોપટ તથા વલભાચાર્ય ફાઉન્ડેશનના કાર્યકરો હાજર રહ્યા હતા.
ભુવનેશ્ર્વરી માતાજીના મંદિરે પતંગનો શણગાર
ગોંડલ ખાતે ભગવતી ભુવનેશ્વરી માતાજીના મંદિર ખાતે મકર સંક્રાંતિના પર્વ પર પતગં નો શણગાર કરવામાં આવ્યો હતો. માતાજીના દર્શન કરવા ભકતોની ભારે ભીડ જામી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતના દરિયાકાંઠે હાઈ એલર્ટ: જાફરાબાદ નજીક શંકાસ્પદ બોટ દેખાતા સુરક્ષા એજન્સીઓ સક્રિય
May 18, 2025 08:32 PMસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMદુનિયાને લોન આપતી IMF ક્યાંથી લાવે છે પૈસા? જાણો સમગ્ર વિગત
May 18, 2025 08:29 PMખરાબ સિબિલ સ્કોર હોવા છતાં પણ મળશે પર્સનલ લોન? અપનાવો આ સરળ રીત
May 18, 2025 08:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech