કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં 3 શખ્સો દ્વારા તોડફોડ

  • June 15, 2021 12:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાત્રી કર્ફયુ અને કોરોના લોકડાઉનના જાહેરનામાને લીધે પ્રજા હવે દિવસે-દિવસે કાળઝાળ બનતી જાય છે. બિનજરી રીતે કાયદાકીય હેરાનગતિ વધી રહી છે ત્યારે લોકો કાયદો હાથમાં લેતા પણ અચકાતા નથી તેવો બનાવ પોરબંદરના પોલીસ સ્ટેશનમાં બન્યો છે જેમાં કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં રાત્રી કર્ફયુના ભંગ બદલ લવાયેલા 3 શખ્સોએ તોડફોડ કરીને પોલીસ અધિકારીઓ સહિત કર્મચારીઓને ગાળો દઇ, ફરજમાં કાવટ કરતા જાહેરનામા ભંગ બદલ ગુન્હા દાખલ થયા છે.બનાવની વિગત એવી છે કે, પોરબંદરના કીર્તિમંદિર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. મકવાણા વિરડીપ્લોટ વિસ્તારમાં હીરાબાપાની સમાધી સામે પેટ્રોલીંગમાં હતા એ સમયે એ વિસ્તારમાં રહેતા રાણા ભરત સાદીયા, પ્રવિણ ભરત સાદીયા અને પ્રતિક ઉર્ફે રોક અશોક રાઠોડ આ ત્રણે જાહેરમાં મળી આવ્યા હોવાથી પીએસઆઇએ તેઓને કીર્તિમંદિર પોલીસ સ્ટેશને અટકાયત કરીને લઇ ગયા હતા અને કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે બહાર પડાયેલા રાત્રી કર્ફયુના જાહેરનામાના ભંગ બદલનું બેદરકારીભર્યુ કૃત્યુ કયર્નિો ગુન્હો દાખલ કરાવતા હતા એ દરમિયાન આ ત્રણ શખ્સો ઉશ્કેરાઇ ગયા હતા અને લોકઅપમાં રહેલ રાણા ભરત સાદીયાએ માથુ અને પગ લોકઅપમાં અથડાવ્યા હતા તો પ્રતિક ઉર્ફે રોક અશોક રાઠોડે પોતાનું શર્ટ ઉતારી પીએસઓ ટેબલ ઉપરનો કાચ તોડી નાંખી પ00 પિયાનું નુકશાન પહોંચાડયું હતું. તેણે અને પ્રવિણ ભરત સાદીયાએ પીએસઓના ટેબલના આગળના ભાગે પગથી લાતો મારી તથા સીડી પાસે પડેલ પ્લાસ્ટીકની ખુરશીમાં તોડફોડ કરી પ00 િ5યાનું નુકશાન કર્યુ હતું. તેથી 1000 પિયાની સરકારી મિલ્કતનું નુકશાન કયર્નિો તથા પીએસઆઇ મકવાણા અને પોલીસ સ્ટેશનમાં હાજર પોલીસ સ્ટાફ સાથે કાયદેસરની ફરજમાં અડચણ ઉભી કયર્નિો અને ગેરવર્તન કયર્નિો ગુન્હો દાખલ કરાવ્‌યો છે તે ઉપરાંત જાહેરનામાભંગનો ગુન્હો પણ રાત્રી કર્ફયુ સમયે બહાર હોવાથી નોંધાયો છે. ધી પ્રિવેન્સન ઓફ ડીમેજીસ ઓફ પબ્લીક પ્રોપર્ટી એકટ અધિનિયમ 1984ની કલમ 13 મુજબ ત્રણેય શખ્સો સામે ગુન્હો દાખલ કરીને આગળની કાર્યવાહી કરી છે.
 

પોલીસનું મોરલ તોડવાની હરકત સામે આક્રોશ


પોરબંદરમાં પોલીસ કોરોના સંક્રમણનો ફેલાવો અટકાવવા માટેના જાહેરનામાનો  નિયમ પ્રમાણે અમલ કરાવવા માટે પોતાની ફરજ બજાવે છે પરંતુ કયાંક કયાંક પોલીસનું મોરલ તોડવાના પણ પ્રયાસો થઇ રહ્યા છે. આ બનાવમાં પણ એવું જ જોવા મળ્યું છે. રાત્રીના સમયે બહાર નિકળેલા શખ્સોને કાયદેસરની કાર્યવાહી માટે પોલીસ મથકે લઇ જવાયા ત્યારે ત્રણેયે સાથે મળીને આ રીતે ધમાલ કરીને પોલીસ ઉપર દબાણ લાવવાનો આડકતરી રીતે પ્રયાસ કર્યો હતો પરંતુ પોરબંદર પોલીસ ટસની મસ થઇ ન હતી અને કાયદાનું ભાન કરાવ્‌યું હતું. ઉલ્લેખનીય છે કે, શહેરમાં અનેક શખ્સો માસ્ક પહેયર્િ વગર નિકળે છે અને પોલીસ નિયમનું પાલન કરાવે ત્યારે તેની સાથે જીભાજોડી કરતા હોય છે તેથી તે અંગે પણ સ્વભાવિક રીતે જ નિષ્ઠાવાન પોલીસકર્મીઓમાં આક્રોશ દેખાય છે.


જીલ્લામાં અનેક જગ્યાએ જાહેરનામા ભંગ બદલ દાખલ થયા ગુન્હા


પોરબંદર શહેર અને જીલ્લામાં અનેક જગ્યાએ જાહેરનામા ભંગ બદલ ગુન્હા દાખલ થયા છે જેમાં જુની મચ્છીમાર્કેટ પાસે રહેતા જય સુરેશ શિયાળ અને મેમણવાડમાં રહેતા સોહીલ સલીમ મન્સુરી લાતીબજાર સોમીલ પાસે રાત્રીના સમયે કર્ફયુ હોવા છતાં બહાર નિકળ્યા હતા. પોલીસે તેને પકડી પાડયા હતા. રાવલીયાપ્લોટના હાર્દિક દેવજી સોલંકી માસ્ક પહેયર્િ વગર જાહેરમાં અવર-જવર કરતો હતો ત્યારે પોલીસે તેને પકડી પાડયો હતો. તે ઉપરાંત પોરબંદરના પ્રાગાબાપાના આશ્રમ પાસે વી.વી.બજારમાં રહેતા સંજય ઉર્ફે ટુડો અશોક સોલંકીએ રાત્રે 9:50 મીનીટે શાકભાજીની રેકડી કર્ફયુ હોવા છતાં ખુલી રાખતા ધરપકડ થઇ છે. આશાપુરા રેલ્વે ફાટક પાસે રહેતા સાજીદ મોહમદ મલેક માસ્ક પહેયર્િ વગર નિકળ્યો હતો અને દંડ નહીં આપતા તેની પણ ધરપકડ થઇ હતી.


ત્રણ શખ્સો છરી, ભાલા, લાકડી સાથે ઝડપાયા


પોરબંદર શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાંથી 3 શખ્સો છરી, ભાલા, લાકડી સાથે ઝડપાયા છે જેમાં આશાપુરા બજાજ શો-મ પાસે હરીઓમ ટાવરમાં રહેતા રમેશ ઉર્ફે મયતો રાજેશ સોલંકી આશાપુરા બ્રીજ નીચેથી 1પ િ5યાની છરી સાથે , ઘાસગોડાઉન પાછળ રહેતો કેતન રમેશ સોઢા રેલ્વે ફાટક પાસે 10 પિયાની લાકડી સાથે અને આદિત્યાણાના ખરાવાડ વિસ્તારનો મહમદખાલીદ સલીમ લોખંડના પાઇપ ઉપર ફીટ કરેલા 100 પિયાના ભાલા સાથે આદિત્‌યાણા 3 લીમડા પાસેથી નિકળતા પોલીસે તેને પકડી પાડયો હતો.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS