રાજકોટના કિન્નરોએ ડિવિઝન પોલીસને અરજી આપી ન્યાયની માંગણી કરી

  • February 22, 2021 11:52 PM 

ટ્રાન્સવુમન પાયલને ૨ાજકોટમાંથી તગેડી મુકોની જો૨શો૨થી માંગણી સાથે કિન્ન૨ોએ માલવીયા નગ૨ પોલીસ મથકે અર્ધનગ્ન થઈ હોબાળો મચાવ્યો હતો. પાયલ ગે છે તો કેમ કિન્ન૨ બની ફ૨ે છે? તેવો વ્યંઢળોએ સણસણતો સવાલ ક૨ી અમા૨ા ગાદીપતિ વિશે આલફેલ બોલતી પાયલ માફી નહીં માગે તો જોવા જેવી થશે તેવી ચિમકી પણ ઉચ્ચા૨ી  પોલીસ મથકે કિન્ન૨ોએ કપડા ઉંચા ક૨ી નગ્ન થઈ જતાં લોકોના ટોળે ટોળા ઉમટયાં હતાં

રાજકોટના ટ્રાન્સજેન્ડર મેહુલ ઉર્ફે પાયલ દ્વારા ડુપ્લીકેટ કિન્નર બની ફરતો હોવાથી અસલી કિન્નરોએ તેનું અપહરણ કરી માર માર્યો હોવાની પોલીસમાં અરજી આપી હતી જે બાદ બે દિવસ પૂર્વે કિન્નરોએ નિર્વસ્ત્ર હાલતમાં ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. અને આજે ફરી તમામ કિન્નરો એ ડિવિઝન પોલીસ ખાતે એકઠા થઇ લેખિત અરજી આપી ન્યાયની માંગ કરી હતી. કિન્નરોનું કહેવું છે કે , ડુપ્લીકેટ કિન્નરના નામે મેહુલ ઉર્ફે પાયલ અસલી કિન્નરોને બદનામ કરે છે જેની સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી..


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
<