જામનગરમાં કિલર કોરોના કમ બેક?: ૪ વ્યક્તિના મોત

  • November 20, 2020 12:28 PM 221 views

દિવાળીના તહેવારો પુરા થતા જ જામનગર સહિત રાજયભરમાં કોરોનાના કેસોમાં ખુબ જ વધારો થયો છે, ગઇકાલે જામનગર જીલ્લામાં કોરોનાના ૩૪ પોઝીટીવ કેસ આવ્યા છે, ગઇકાલે બપોરથી આજે સવારના ૧૦ વાગ્યા સુધીમાં વધુ ૪ દર્દીના મોત સરકારી કોવિડ હોસ્પીટલમાં થયા છે, જેમાં જામનગર, જામજોધપુર, ખંભાળીયા અને દાતાના દર્દીઓના મૃત્યુ થયા છે, એટલું જ નહીં ૨૨ દર્દીઓ ડીસ્ચાર્જ પણ થયા છે પરંતુ છેલ્લા ૧૫ દિવસોમાં કેસો ઘટયા હતા તેમા હવે સતત વધારો થઇ રહયો છે, તે ખુબ જ ચિંતાજનક છે, જામનગરમાં હજુ પણ લોકો સોશ્યલ ડીસ્ટન્સ જાળવતા નથી, માસ્ક પહેરવાના નિયમનો ઉલાળીયો કરવામાં આવે છે, જો આમને આમ સ્થીતી રહેશે તો આગમી દિવસોમાં કેટલાક વધુ નિયંત્રણો આવે તેવી શકયતા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application