ખંભાળિયાના સલાયા ગામની સગીરાનું અપહરણ: એક શખ્સ સામે ફરિયાદ

  • June 07, 2021 10:55 AM 

    ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા એક પરિવારની સોળ વર્ષ બે માસની વયની સગીર પુત્રીનું રાત્રિના સમયે અપહરણ થયાનું પરિવારજનોના ધ્યાને આવ્યું હતું.

   આ સંદર્ભે સગીરાના માતાએ સલાયા મરીન પોલીસ મથકમાં સલાયાના જ કરાર પાડો વિસ્તારના રહીશ એવા નવાઝ લતીફ ગંઢાર નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. આ પોલીસ ફરિયાદમાં જણાવાયા મુજબ ઉપરોક્ત શખ્સ પોતાની સગીર વયની પુત્રીને લલચાવી- ફોસલાવી, બદકામ કરવાના ઇરાદે વાલીપણામાંથી અપહરણ કરીને લઈ ગયો છે.

    ઉપરોકત બનાવ અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 363, 366 તથા પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.આઈ. પી.બી. ઝાલા દ્વારા હાથ ધરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS