બોલિવૂડની જાણીતી કિયારા અડવાણી સૌથી વધુ કમાણી કરનારી અભિનેત્રી બની ગઈ છે અને જેને તેની બહુપ્રતિક્ષિત ફિલ્મ ટોક્સિક માટે 15 કરોડ રૂપિયાની ફી મળી હોવાના અહેવાલ છે.
કન્નડ સુપરસ્ટાર યશની આગામી ફિલ્મ 'ટોક્સિક' હેડલાઇન્સમાં રહે છે. આ ફિલ્મમાં બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણી મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. અહેવાલ છે કે કિયારાએ આ ફિલ્મ માટે મોટી રકમ લીધી છે. આ ફી સાથે, કિયારા હવે દક્ષિણ ઉદ્યોગમાં સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓની યાદીમાં જોડાઈ ગઈ છે.
રિપોર્ટ અનુસાર, કિયારા અડવાણીએ આ ફિલ્મ માટે ૧૫ કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે. કિયારા અડવાણીની ફી તેની તાજેતરની ફિલ્મોની સફળતા અને તેની વધતી જતી લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવી છે.
પ્રિયંકાએ રેકોર્ડ તોડ્યો
કેટલાક અહેવાલો એમ પણ કહે છે કે પ્રિયંકા ચોપરા જોનાસને એસએસ રાજામૌલીની આગામી ફિલ્મ એસએસએમબી 29 માટે 35 કરોડ રૂપિયા ફી આપવામાં આવી રહી છે. જ્યારે દીપિકા પાદુકોણે ફિલ્મ 'કલ્કી 2898 એડી' માટે 23 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે.
યશની 'ટોક્સિક'ની રિલીઝ ડેટ ઠેલાઇ
'ટોક્સિક: અ ફેરી ટેલ ફોર ગ્રોન-અપ્સ' નામની આ ફિલ્મ કન્નડ અને અંગ્રેજી બંને ભાષામાં એકસાથે બનાવવામાં આવી રહી છે. ફિલ્મમાં કિયારા અને યશ ઉપરાંત, ડેરેલ ડી'સિલ્વા અને અક્ષય ઓબેરોય પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ પહેલા એપ્રિલમાં રિલીઝ થવાની હતી પરંતુ પ્રોડક્શનમાં વિલંબને કારણે તેની રિલીઝ ડેટ આગળ ધપાવવામાં આવી છે.
કિયારા અડવાણીના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે ટૂંક સમયમાં ઋત્વિક રોશન અને જુનિયર એનટીઆર સાથે 'વોર 2'માં જોવા મળશે. આ ફિલ્મ યશ રાજ ફિલ્મ્સના જાસૂસી બ્રહ્માંડનો એક ભાગ હશે અને કિયારા માટે એક મોટી તક સાબિત થઈ શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application112 ઇમરજન્સી હેલ્પલાઇનને સમગ્ર ગુજરાતમાં શરૂ કરવાની તૈયારી પૂરજોશમાં
March 25, 2025 04:38 PMદુકાનદારે મફતમાં આઈસ્ક્રીમ આપવાની ના પાડી તો ગોળી મારી હત્યા કરી નાખી
March 25, 2025 03:54 PMઅજમાવી જુઓ: માઈગ્રેનથી રાહત મેળવવા માટે આ આયુર્વેદિક પદ્ધતિથી ઘરે જ મેળવો રાહત
March 25, 2025 03:43 PMમનપામાં સુપ્રીમના આદેશને ઓઠું બનાવી બુલડોઝરને બ્રેક
March 25, 2025 03:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech