અમદાવાદના એસજી હાઈવે સ્થિત ખ્યાતિ મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલે બિનજરી સારવાર કરી લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે. પીએમ–જેએવાયમાંથી નાણાં કમાવવાની લાલચમાં દર્દીઓ પર સર્જરી કરાઈ હતી. આજે ખ્યાતિકાંડના આરોપીઓને ક્રાઈમ બ્રાંચ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવા આવયા હતા.
આજે ક્રાઈમબ્રાંચ કોર્ટમાં ૧૪ દિવસના રિમાન્ડ માંગી અને આરોપીઓની પૂછપરછ કરશે. આ કેસમા હાલ કાર્તિક પટેલ, રાજશ્રી કોઠારી, સંજય પટોલિયા હજુ ફરાર છે અને પોલીસ તેમને ઝડપી શકી નથી. ખ્યાતિકાંડ મુદ્દે પોલીસે ૫ ફરાર આરોપીઓને પકડવામાં પોલીસને સફળતા મળી છે. ખ્યાતિકાંડને લઇ પોલીસે અલગ–અલગ ટીમો બનાવીને ઓપરેશન પાર પાડું છે. જેમા ખ્યાતિ હોસ્પિટલના સીઈઓ ચિરાગ રાજપૂત ઝડપાયો છે. સીઈઓ રાહત્પલ જૈન, મિલિન્દ પટેલ, પ્રતિક ભટ્ટ, પંકિલ પટેલ સહિત કુલ ૫ની ધરપકડ કરવામાં આવી છે. આણદં આસપાસ ફાર્મ હાઉસમાં હોવાની માહિતી મળતા પોલીસે આ તમામ ફરાર ૫ મોટા માથાઓને ઝડપી પાડા છે.
જો કે, ખ્યાતિ હોસ્પિટલના સર્જન ડો.સંજય પટોળિયા હજુ પણ ફરાર હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રો દ્રારા જાણવા મળ્યું છે કે, ડો.સંજય પટોળિયા આગોતરા જામીન માટે અરજી કરી ચૂકયો છે. એટલું જ નહીં પરંતુ ડો. સંજય પટોળિયા સાથે ચેરમેન કાર્તિક પટેલ પણ હજુ પોલીસ પકડથી બહાર હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, ખ્યાતિકાંડના બે મોટા માથા હજુ પણ પોલીસ પકડથી બહાર છે.
એસજી હાઈવે સ્થિત ખ્યાતિ મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલે બિનજરૂરી સારવાર કરી લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે. પીએમ–જેએવાયમાંથી નાણાં કમાવવાની લાલચમાં દર્દીઓ પર સર્જરી કરાઈ હતી. આ સમગ્ર મામલે ગુજરાત મેડિકલ કાઉન્સિલ (જીએમસી)એ ત્રીજી નોટિસ પણ હોસ્પિટલના તબીબો, સીઈઓ વગેરેને આપી હતી, જોકે આરોપીઓએ જીએમસીની નોટિસની ઐસીતૈસી કરી હજુ સુધી જવાબ સુદ્ધાં રજૂ કર્યેા ન હોવાની બાબત સામે આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકાની ગોમતી નદીના કિનારે અનોખો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક અનુભવ
February 24, 2025 10:42 AMભવનાથ મહાશિવરાત્રી મેળામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૌપ્રથમવાર સંશોધન
February 24, 2025 10:41 AMગીરસોમનાથ તંત્રની ખનીજ માફિયાઓ સામે લાલ આંખ: ત્રણ લીઝને ૧૮.૧૪ કરોડનો દંડ
February 24, 2025 10:39 AMહળવદના મયાપુર નજીક સરકારી દવાઓનો જથ્થો રઝળતો મળ્યો
February 24, 2025 10:38 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech