જમીન ખરીદીનું મનદુઃખ રાખી, ખીરસરાના યુવાન પર ચાર શખ્સો દ્વારા હુમલો: મારી નાખવાની ધમકી

  • April 16, 2021 08:09 PM 

કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામે રહેતા જયેશભાઈ કેશુભાઈ ગોસાઈ નામના 32 વર્ષના બાવાજી યુવાન પર આ જ ગામના રહીશ મેરામણ લાખાભાઈ કુવડીયા, વજશી લાખાભાઈ, માલદે વજશીભાઇ અને રણમલ વજશીભાઈ કુવડીયા નામના ચાર શખ્સો દ્વારા બિભત્સ ગાળો કાઢી, ઢીકાપાટુનો માર મારી, લોખંડના પાવડા વડે હુમલો કરી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

ફરિયાદી જયેશભાઈ દ્વારા આજથી આશરે બે વર્ષ પહેલા આરોપી પાસેથી નગડીયા ગામની સીમમાં સાત વીઘા જમીન લીધી હતી. આ બાબત આરોપીઓને ગમતું ન હોવાથી આ અંગેનું મનદુઃખ રાખી, હુમલો કરવામાં આવ્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 323, 324, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS