કાલે મુખ્યમંત્રીના હસ્તે રાજકોટમાં ખેલ મહાકુંભનો પ્રારંભ

  • January 03, 2025 03:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત રાજયના તૃતિય ખેલ મહાકુંભનો શુભારભં આવતીકાલે રાજકોટ શહેરમાં સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી એથ્લેટિકસ ગ્રાઉન્ડ ખાતેથી થશે. ખેલ મહાકુંભ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ખુલ્લ ો મુકશે. હવે કલાકો બાકી છે. રાજકોટ જિલ્લા કલેકટર તત્રં તથા સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્રારા કાલના સમારોહની તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે. કલેકટર પ્રભવ જોષી સહિતના ઉચ્ચ અધિકારી દ્રારા આજે આયોજન સ્થળની વિઝીટ અને નિરિક્ષણ સાથે જરૂરી સૂચનાઓ અપાઈ હતી. આજે સાંજે સમગ્ર કાર્યક્રમનું હિરર્સલ થશે.
ખેલ મહાકુંભનો મુખ્યમંત્રીના હસ્તે સાંજે ૫–૩૦ કલાકે શુભારભં થશે એ પૂર્વે પ્રિ–ઈવેન્ટ કાર્યક્રમ સાડાચાર વાગ્યે શરૂ થશે જેમા આર.જે.આભા અને બોલિવૂડના જાણીતા સિંગર ઐશ્ર્વર્યા મજમુદાર હાજર હજારો ખેલાડીઓ, પ્રેક્ષકોને કંઠ, કલા સાથે ડોલાવશે. મુખ્ય કાર્યક્રમમાં ચાર્મ માટે ગઈકાલે સાંજે બહત્પમાળી ભવનથી બાલભવન સુધી ખેલાડીઓની રેલી નીકળી હતી.
સ્પોટર્સ ઓથોરિટી ઓફ ગુજરાત તેમજ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્રારા આયોજિત ખેલ મહાકુંભ ૩.૦નો શુભારભં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના એથ્લેટિકસ ટ્રેક ખાતે શનિવારે સાંજે સાડા પાંચ વાગ્યે થશે. રાયકક્ષાના તૃતીય રમતોત્સવ માટે ૭૧,૩૦,૮૩૪ રમતવીરોનું રેકોર્ડબ્રેક રજિસ્ટ્રેશન થયું છે. રાજકોટ જિલ્લ ામાં કૂલ ૨,૮૩,૮૦૫ ખેલાડીઓએ દ્રારા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકામાં કૂલ ૯૪,૫૩૩ ખેલાડીઓ તથા રાજકોટ ગ્રામ્યમાં કૂલ ૧,૮૯,૨૭૨ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાયું છેે.
મુખ્યમંત્રી તથા અન્ય મહાનુભાવોના આગમન પહેલા પ્રિ–ઇવેન્ટ કાર્યક્રમ સાંજે સાડા ચાર વાગ્યા થી શ થશે. જેમાં આર.જે. આભા ખેલાડીઓને વિવિધ ગેમ્સ રમાડશે તથા યુવા ગાયક કલાકાર ઐશ્વર્યા મજમુદાર ઉપસ્થિતોને પોતાના સૂરીલા કંઠના તાલે ડોલાવશે.
કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને અન્ય મહાનુભવોના હસ્તે ખેલ મહાકુંભ ૨.૦ શ્રે  શાળા રોકડ–પુરસ્કાર વિતરણ અને ખેલ મહાકુંભ ૨.૦ના શ્રે  પ્રથમ, દ્રિતીય, અને તૃતીય જિલ્લ ાઓને સન્માનિત કરવામાં આવશે તેમજ ખેલ મહાકુંભ ૨.૦ પ્રથમ, દ્રિતીય, અને તૃતીય શ્રે  મહાનગરપાલિકાઓને પણ સન્માનિત અને પુરસ્કૃત કરવામાં આવશે.
શ્રે  શાળાઓને પુરસ્કાર અંતર્ગત ખેલ મહાકુંભ ૨.૦ની ત્રણ શ્રે  શાળાઓની પસંદગી કરવામાં આવી છે જેમાં રાય કક્ષાએ પ્રથમ નંબર મેળવનારા શાળા ગજેરા વિધાભવન સ્કુલ, કતારગામ, સુરતને .૫ લાખનું ઈનામ, રાય કક્ષાએ બીજો નંબર મેળવનારા શાળા એસ.આર. હાઈસ્કુલ, દેવગઢ બારીયા, દાહોદને . ૩ લાખ ત્રીજો નંબરે આવેલી શાળા નોલેજ હાઈસ્કુલ, નડીયાદ, ખેડાને . ૨ લાખ રૂપિયા રોકડ પુરસ્કાર સ્વપે અનુદાન આપી સન્માનીત કરવામાં આવશે.
ખેલ મહાકુંભ ૨.૦ના શ્રે  જિલ્લ ામાં પ્રથમ સુરત, દ્રિતીય અમદાવાદ અને તૃતીય વડોદરાને સન્માનિત કરવામાં આવશે. ખેલ મહાકુંભ ૨.૦ શ્રે  મહાનગરપાલિકામાં પ્રથમ ખેડા, દ્રિતીય દાહોદ, અને તૃતીય બનાસકાંઠાને સન્માનિત કરવામાં આવશે

રાજકોટ, અમદાવાદના ૧૫૦ કલાકારો અલગ–અલગ પર્ફેાર્મન્સ રજૂ કરશે
ખેલાડીઓના સન્માન બાદ આંતરરાષ્ટ્ર્રીય કક્ષાના રાજકોટ અને અમદાવાદના ૧૫૦ કલાકારો દ્રારા ૧૫ મિનિટનું ડાન્સ પર્ફેાર્મન્સ કરવામાં આવશે. જેમાં ગણેશ વંદમ, વંદે માતરમ, સુજલામ સુફલામ, ટીમ ઇન્ડિયા, સુલ્તાન, સહિતના સોંગ્સ ઉપર જબરદસ્ત પર્ફેાર્મન્સ કરવામાં આવશે. સ્પેશ્યલ પર્ફેાર્મન્સ તરીકે તૈયાર કરવામાં આવેલ ગીત ખેલ ખેલમે નું સ્પેશ્યલ સ્ક્રિનિંગ કરવામાં આવશે. જેમાં ખેલાડીઓ દ્રારા જીમ્નાસ્ટીક ડાન્સ, ચેટીંગ, કલાસીકલ, વોલીવોલ, પુલાઓ ગલ્ર્સ, રોપ ડાન્સ, સ્કેટીંગ, કથ્થક, મલખંભ, યોગાનું અદભૂત કોમ્બીનેશન પ્રેઝન્ટ કરશે.

સૌરાષ્ટ્ર્ર–કચ્છમાંથી ૧૦૦૦૦થી વધુ ખેલાડીઓ આવવાનો ટાર્ગેટ
રાજકોટ, જામનગર, જૂનાગઢ, મોરબી, ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, દેવભૂમિ દ્રારકા, કચ્છ, સુરેન્દ્રનગર, પોરબંદર સહિતના તમામ જિલ્લાઓની જિલ્લાકક્ષાની રમતગમત શાળા(ડીએલએઅસએસ) ના વિધાર્થીઓને એસ.ટી. નિગમ દ્રારા ટ્રાન્સપોર્ટ માટે ૧૩૦ થી વધુની બસોની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અંદાજે ૧૦ હજારથી વધુ ખેલાડીઓને હાજર રાખવાનું ટાર્ગેટ આપવામાં આવ્યું છે. જેમાં બસ કો–ઓર્ડીનેટર, બસ સહાયક, પોલીસ સ્ટાફ, બસ ડ્રાઇવરનો સ્ટાફ હાજર રહેશે તેમજ બસ દીઠ ૮ પાણીના જગ, અલ્પાહાર કીટ, મેડીકલ કીટ સહિતની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application