શેઢા બાબતનો ખાર રાખી કૌટુંબિક શખ્સ દ્વારા યુવાન ઉપર હુમલો: ભાણવડ તાલુકાનો બનાવ

  • June 07, 2021 11:07 AM 

    ભાણવડ તાલુકાના કંડોલીયા ગામની સીમમાં રહેતા જયસુખભાઈ ગોવાભાઇ કરંગીયા નામના 35 વર્ષીય આહીર યુવાનને આ જ વિસ્તારમાં રહેતા કાંધાભાઈ ગોવાભાઈ કરંગીયા ગામના કૌટુંબિક દ્વારા કુહાડીનો ઉંધો ઘા મારી, ઇજાઓ કર્યાની તથા બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

    ફરિયાદી તથા આરોપીને કુવાના પાણીનું તથા શેઢા બાબતનું બે વર્ષથી મનદુઃખ ચાલતું હોય, તેનો ખાર રાખી આરોપીએ હુમલો કરી, ધમકી આપ્યાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

    પોલીસે આઈ.પી.સી. કલમ 323, 504, 506 (2) તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS