જામનગરમાં પોલીસમાં કરેલી અરજીનો ખાર રાખી આધેડ પર હુમલો

  • May 08, 2021 11:02 AM 

ફેક્ચર જેવી ઈજા કરી ધમકી દીધાની ત્રણ સામે ફરિયાદ

જામનગરના દિગ્વિજય પ્લોટ વાડી પાસે રાત્રિના સુમારે આધેડ પર પાઇપથી હુમલો કરીને ફેક્ચર સહિતની ઇજા પહોંચાડી તેમજ ધમકી આપ્યાની ત્રણ સામે ફરિયાદ કરવામાં આવી છે, ફરિયાદીની પત્ની સાથે ધરાર મૈત્રી સંબંધ રાખવા દબાણ કરનાર સામે અગાઉ કરેલી અરજીનો ખાર રાખીને હુમલો કરવામાં આવ્યો હતો.

જામનગર શરૂ સેકશન રોડ કુકડા કેન્દ્ર પાસે આવાસ બિલ્ડીંગ ખાતે રહેતા મહેશ ભાઈલાલભાઈ મારડિયા ઉંમર વર્ષ 50 દ્વારા સીટી-એ ડિવિઝનમાં રફીક દોસમામદ સુમરા તથા 2 અજાણ્યા ઈસમો વિરૂદ્ધ આઈપીસીની કલમ 325, 324, 506(2), 504, 114 અને જીપીએ કલમ 135(1) મુજબ ફરિયાદ નોંધાવી હતી.

જેમાં જણાવ્યા મુજબ ફરિયાદીની પત્ની સાથે આરોપી રફીક જબરજસ્તીથી મૈત્રી સંબંધ રાખવા દબાણ કરતો હોય જેથી ફરિયાદીએ આરોપી વિરુદ્ધ અગાઉ પોલીસમાં અરજી કરી હતી.

જે બાબતનો ખાર રાખીને આરોપીઓ તારીખ 6 ના રોજ દિગ્વિજય પ્લોટ વાડી પાસે ફરિયાદીના હાથ પકડી રાખી આરોપી રફીકે પાઇપ વડે પગ અને વાસા માં જેમતેમ ધા મારી, બંને પગમાં ફેક્ચર અને હાથના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી.

તેમજ અપશબ્દો બોલી, મારી નાખવાની ધમકી આપી નાસી છૂટયા હતા ફરિયાદના આધારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS