ખંભાળિયા: મોડી રાત્રે વિદેશી દારૂ સાથે નીકળેલો યુવાન ઝડપાયો, અન્ય સ્થળે છુપાયેલો જથ્થો પણ કાઢી આપ્યો

  • April 12, 2021 08:31 PM 

મુદ્દામાલ કબજે: અન્ય એક શખ્સની શોધખોળ

ખંભાળિયાના અશોક મિલ વિસ્તારમાં રહેતો સબીર મહમદભાઈ વસા નામના 27 વર્ષનો શખ્સ શનિવારે રાત્રિના સમયે બાર બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે નીકળતા પોલીસે ઝડપી લઇ, આ પ્રકરણમાં રૂપિયા 1,200 ની કિંમતના 12 દારૂના ચપલા તથા રૂપિયા વીસ હજારની કિંમતનું એક મોટરસાયકલ અને ત્રણ હજાર રૂપિયાના એક મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 24,200ના મુદ્દામાલ સાથે પોલીસે તેની અટકાયત કરી હતી.

આ પ્રકરણ અંગે પોલીસે વધુ તપાસમાં ઉપરોક્ત શખ્સ દ્વારા છુપાવીને રાખવામાં આવેલી જુદી જુદી બ્રાન્ડની રૂ. 8,100/- ની કિંમતની 33 બોટલો પણ પોલીસે કબજે કરી હતી. આ બંને પ્રકરણમાં અત્રે તુલસી પાર્ક વિસ્તારમાં રહેતા ઈસ્માઈલ ઉર્ફે સલીમ વલીમામદ નામના શખ્સનું નામ ખુલતા પોલીસે તેને હાલ ફરાર ગણી, પ્રોહી. એક્ટ મુજબ ધોરણસરની તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS