ખંભાળિયા નગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે એક કિન્નર ઉમેદવારે પણ ઝૂકાવ્યું હતું બે ટર્મ અગાઉ જીતીને કોર્પોરેટર બનેલા વાસંતીદે કુસુમદે નાયક નામના આ કિન્નર આ ચૂંટણીમાં જીતી શક્યા તો ન હતા. પરંતુ તેમણે કોંગ્રેસના ત્રણ ઉમેદવારો કરતાં વધુ મેળવ્યા છે.
વોર્ડ નંબર 5 માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર વાસંતીદે નાયક નામના આ ઉમેદવાર પ્રત્યે સમગ્ર શહેરનું ધ્યાન કેન્દ્રિત હતું. ગઈકાલે યોજાયેલી મતગણતરીમાં તેમને 755 મત મળ્યા હતા. જે ચાર પૈકી એક ઉમેદવારના 812 મતને બાદ કરતા ત્રણ કોંગ્રેસી ઉમેદવારોના 478, 580, અને 317 કરતા વધુ મત મેળવ્યા છે.
"નોટા" ને ૨૭૮ મત
ખંભાળિયા નગરપાલિકાના વોર્ડ નંબર ૧ થી ૭ માં "નોટા"ને અનુક્રમે ૫૬, ૪૧, ૩૦, ૨૮, ૧૬, ૭૪, ૩૩ મળી, કુલ ૨૭૮ મત પડ્યા છે. સૌથી વધુ મતદારો ધરાવતા વોર્ડ નંબર સાત માં સૌથી વધુ અને નોંધપાત્ર એવા ૭૪ મત "નોટા" માં ગયા છે.
નવયુવા ઉમેદવાર રચનાબેનને સૌથી વધુ મત
નગરપાલિકાની ચૂંટણીમાં સૌથી નાના વય 25 વર્ષના અને પ્રથમ વખત જ રાજકારણમાં પ્રવેશી ઉમેદવારી નોંધાવનારા ભાજપના યુવા મહિલા ઉમેદવાર રચનાબેન મોહિતભાઈ મોટાણીએ તમામ ઉમેદવારોમાં સૌથી વધુ 1925 મત મેળવ્યા છે. જ્યારે સમગ્ર શહેરમાં વિજેતા ઉમેદવારમાં વોટશેરમાં સૌથી વધુ અગ્રક્રમે વોર્ડ નંબર સાતના ભાજપના ઉમેદવાર જગુભાઈ રાયચુરા રહ્યા છે.
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230