ખંભાળિયા: જિલ્લામાં પેસેન્જર વાહન થકી આત્મનિર્ભરતા તરફ આગળ વધતી સ્વસહાય જૂથની મહિલાઓ

  • May 29, 2021 11:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ મહિલાઓમાં રહેલી આંતરિક શક્તિ ઉજાગર થાય અને મહિલાઓ જૂદા-જૂદા વ્યવસાય થકી રોજગારી મેળવી આત્મનિર્ભર બને તે માટે સ્વસહાય જૂથો બનાવી તેમને તાલીમ, ક્ષમતાવર્ધન અને માર્કેટીંગ સહકાર પુરો પાડવા માટે દિન-દયાલ અંત્યોદય યોજના હેઠળ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અમલીકરણ હેઠળ છે. જેમાં ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપની હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આ યોજનાની કામગીરી કરવામાં આવી રહી છે.

આ અંતર્ગત દેવભૂમિ દ્વારકા ખાતે જિલ્લા વિકાસ અધિકારી ડી. જે. જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક વાય. ડી. શ્રીવાસ્તવના વડપણ હેઠળ આ કામગીરી કરવામાં આવી રહી છે. આજીવિકા ગ્રામીણ એક્સપ્રેસ યોજના અંતર્ગત મહિલા સ્વસહાય જૂથોને પેસેન્જર, માલ-સામાન અને  પરિવહન તેમજ સ્કૂલ વાન તરીકે વાહન ખરીદીને આજીવિકા પૂરી પાડવાની આ યોજના હેઠળ જિલ્લાના ભાણવડ તાલુકાના મોટા કાલાવડ ગામના શિવ-શક્તિ સ્વસહાય જૂથ દ્વારા ઇકો વાનની ખરીદી કરવામાં આવી હતી. જેમાં આજીવિકા ગ્રામીણ એક્સપ્રેસ યોજના અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ડે-એન.આર.એલ.એમ. હેઠળ ગ્રામ સંગઠન મારફત સ્વસહાય જૂનને રૂ. બે લાખની વગર વ્યાજની લોન ફળવવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભાણવડ તાલુકા પંચાયત કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે આ ઈકો વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાણવડ તાલુકા વિકાસ અધિકારી એસ. સી. ભટ્ટ, તાલુકા પંચાયતના પ્રમુખ માલદેભાઈ રાવલીયા તેમજ સ્વસહાય જૂથના બહેનો ઉપસ્થિત રહ્યા હતા. 

આ અંગે શિવ-શક્તિ સ્વસહાય જૂથના પ્રમુખ જલ્પાબેને આ યોજનાથી મળેલ સહાયના કારણે અમે રોજગારી માટે વાન ખરીદી શક્યા છીએ અને હવે અમે ભાડા કરી નિયમિત રોજગારી મેળવી શકીશું તેમ વધુમાં જણાવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS