ખંભાળિયા: મોબાઈલમાં લુડો ગેમ મારફતે જુગાર રમતા બે શખ્સો ઝડપાયા

  • June 12, 2021 10:51 AM 

એલસીબી પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ

     ખંભાળિયાના જલારામ મંદિર વિસ્તારમાં એલ.સી.બી. પોલીસે ગઈકાલે પેટ્રોલિંગ દરમ્યાન સ્ટાફના જેસલસિંહ જાડેજા તથા સહદેવસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે જાહેરમાં મોબાઈલ ફોનમાં લુડો એપ ડાઉનલોડ કરી, પૈસાની હારજીત કરી રહેલા અનિલ ઉર્ફે ડાયાભાઈ જેન્તીભાઈ પોપટ અને ડાડુ પાલાભાઈ ધારાણી નામના બે શખ્સોને ઝડપી લઈ, રૂપિયા 10,820 રોકડા સહિત કુલ રૂ. 15,820 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

    આ સમગ્ર કાર્યવાહી એલસીબીના પી.આઈ. જે.એમ. ચાવડાની સુચના મુજબ બ્રાંચના પી.એસ.આઈ. એસ.વી. ગળચર, પી.સી. સિંગરખીયા, દેવશીભાઇ ગોજીયા, બીપીનભાઈ જોગલ, અજીતભાઈ બારોટ, સજુભા જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS