ખંભાળિયાઃ સરકારી હોસ્પીટલમાં ઓર્થોપેડિકનું મશીન બગડી જતાં દર્દીઓ પરેશાન

  • May 17, 2025 10:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બંધ મશીનની મરામત કરવા અથવા નવું ફાળવવા માંગઃ આગેવાનો-નેતાઓની ચૂપકિદી શંકાસ્પદ


ખંભાળીયાની સરકારી હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગનું એક અત્યંત મહત્વનું મશીન બગડી જતા દર્દીઓને ભારે પરેશાની થાય છે. હાડકાના ઓપરેશનો કરવાના હોય ત્યારે ચાલુ ઓપરેશનો કે ઓપરેશન પામ્યા પછી દર્દીના હાડકાની સ્થિતિ જાણ થાય તેવા એક્સરે સાથેનું મશીન બગડી જતા હાલ ઓર્થોપેડિક સર્જન હોવા છતાં આ મશીનના અભાવે દર્દીઓને ભારે પરેશાની થાય છે.


અત્રે એ ઉલ્લેખનીય છે કે, 12/15 વર્ષ પહેલાં રાજ્ય સરકારે ખાસ કિસ્સામાં અપાયેલું આ મશીન આટલા વર્ષોથી ચાલે છે, જૂની હોસ્પિટલ ગામમાં હતી ત્યારે આ મશીન અપાયેલું પણ મહિનાઓથી બંધ હોય તાકીદે રીપેરીંગ કરાવવા અથવા નવું આપવાની માંગ કરવામાં આવી છે.

11 ડોકટરને ઈમરજન્સી સેવા માટે મુકાયા ખંભાળીયા દ્વારકા જિલ્લાનું વડું મથક હોય તથા હાલ ભારત પાકિસ્તાન વચ્ચે તંગ સ્થિતિ સમાધાન પછી પણ ચાલુ હોય તથા છમકલા પણ રોજ થતા હોય રાજ્ય સરકાર દ્વારા થોડા સમય પહેલા જ ખંભાળીયાની સરકારી હોસ્પિટલમાં 6 એમબીબીએસ, 6 સસ્પેશ્યલ તબીબોને મુકવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application