ખંભાળિયા: મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જિલ્લામાં બાળ મજૂરી નાબુદી માટે જાગૃતિ લાવવા પ્રયાસ

  • June 15, 2021 10:47 AM 

તા. 12 જૂન "વિશ્વ બાળ મજૂરી નાબુદી દિવસ" નિમિતે દેવભૂમિ દ્વારકા જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી દ્વારા ખંભાળિયાના મહિલા અને બાળ અધિકારી સી.ડી.ભાંભીના માર્ગદર્શન હેઠળ મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળના સખી-વન સ્ટોપ સેન્ટર તથા વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રના કર્મચારીઓને સાથે રાખીને ધરમપુર વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટીની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં આ વિસ્તારના લોકોને બાળકોને મજૂરીએ ન મોકલવા અને 14 વર્ષ સુધીના તમામ બાળકોને શાળામાં પ્રવેશ કરાવી શિક્ષણ અપાવવા માટે તેમજ બાળ મજૂરીની આર્થિક, સામાજિક અને માનસિક અસરો વિશે સમજાવવામાં આવ્યા હતા.

આ ઉપરાંત 14 વર્ષથી ઓછી ઉમર ધરાવતા કોઇ પણ બાળક પાસેથી મજૂરી જેવું કોઈ પણ કામ કરાવવુએ કાનૂની અપરાધ છે. એ બાબત સમજાણ આપવા સાથે બાળકોમાં શિક્ષણના મહત્વ તથા આરોગ્ય અને પોષણ વિશે માહિતી પૂરી પાડવામાં આવી હતી. 

વધુમાં લોકોને માસ્ક વિતરણ કરી 'વ્હાલી દીકરી યોજના', ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, 181 મહિલા હેલ્પ લાઈન જેવી મહિલાલક્ષી વિવિધ સરકારી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. આ સાથે બાળકોમાં બિસ્કિટ વિતરણ કરી આ વિસ્તારના રહીશોને સરકારના યોજનાકીય લાભ મેળવવા માટે વિવિધ કચેરીઓનો સંપર્ક સાધવા વધુમાં જણાવવામાં આવ્યુ હતું.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS