ખંભાળિયાના વૃદ્ધને મારી નાખવાની ધમકી

  • March 18, 2021 11:07 AM 

મહિલા સહિત ત્રણ કૌટુંબિક સગા સામે ફરિયાદ

ખંભાળિયા તાલુકાના લાલપરડા ગામે રહેતા નથુભાઈ મેરામણભાઇ પિપરોતર નામના 62 વર્ષના વૃદ્ધને બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ લાલપરડા ગામના રહીશ રોહિત નગાભાઈ પિપરોતર, નગા મેરામણભાઇ પિપરોતર અને ભાવનાબેન નગાભાઈ પિપરોતર સામે અહીંની પોલીસમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. 

જમીન માપણી કરવા અંગે અગાઉ કરવામાં આવેલી અરજી અંગેનો ખાર રાખી, હુમલો કરવામાં આવ્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે આઈ.પી.સી. કલમ 323, 504, 506 (2) તથા 114 અને જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS