ખંભાળિયા તાલુકાનો યુવાન લાપતા: પોલીસ દ્વારા શોધખોળ

  • June 28, 2021 10:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા તાલુકાના કંડોરણા ગામે રહેતા અશોકભાઈ દેવાતભાઈ હરીયાણી નામના 35 વર્ષના યુવાન ગત તારીખ 25 જૂનના રોજ સવારના સમયે પોતાના જામનગર ખાતે રહેતા બહેનના ઘરે જવા માટે પોતાના માતાને કહી અને નીકળ્યા બાદ પરત ન ફરતા આ અંગે અશ્વિનભાઈના ભાઈ હેમતભાઈ દેવાયતભાઈ હરીયાણીએ પોલીસમાં જાણ કરી છે.

આ યુવાને વાદળી કલરનું જીન્સ પેન્ટ, તથા વાદળી કલરનો શર્ટ પહેર્યો હતો. મજબૂત બાંધાના અને ઘઉંવર્ણો એવા આ યુવાનનો પત્તો મળ્યે ખંભાળિયા પોલીસ મથકના ફોન નંબર 6357240735 અથવા તપાસનીશ પોલીસ અધિકારી બી.એસ. ગોજીયાના મોબાઈલ નંબર 7990809091 ઉપર સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS