તાજેતરમાં ૧૮ દિવસના આંદોલન બાદ સફાઈ કામ કરતી વખતે હાર્ટ એટેક આવતા સફાઈ કામદારનું થયું હતું મૃત્યુ : નગરપાલિકા દ્વારા રૂા. ૫૧૦૦૦નો ચેક અર્પણ
તાજેતરમાં ખંભાળીયા નગરપાલિકાના સફાઈ કામદારો એ તેવો ના વિવિધ પડતર પ્રશ્નો અને માંગણીઓ ના મુદ્દે નગરપાલિકા સામે ૧૮ દીવસ સુધી હડતાળ અને આંદોલન કરેલ હતા જેમા કામદારોના ૧૧ જેટલા પ્રશ્નો અને માંગણીઓ પૈકી ની માંગણી હતી કે નગરપાલિકાના કોઈ પણ અધિકારી કે કર્મચારી ના ચાલુ નોકરી દરમ્યાન અવસાન ના કિસ્સામાં મૃતક કર્મચારીનાં પરિવારને આર્થિક મદદ ના ભાગરૂપે એક સમાન ધોરણે રૂા. ૫૧૦૦૦/- ઉચક નાણાકિય સહાય ચૂકવવાની માંગણી હતી આ અંગે આંદોલન ની સમાધાન શરતો છે કે નગરપાલિકાના અધિકારી કર્મચારી ના ચાલુ ફરજ દરમ્યાન અવસાન ના કિસ્સામાં નાણાકીય આર્થિક સહાય ચૂકવવા અંગે નગરપાલિકાની આગામી સામાન્ય સભામાં નિર્ણય લઈ તે મુજબ અમલ કરવામાં આવશે તેવું નકકી થયેલ.
સફાઈ કામદારો ની આ હડતાળના સમય દરમ્યાન દીવાળી ના તહેવારો આવી જતા દીવાળી ના તહેવારો ને અનુલક્ષીને સફાઈ કામદારો દ્વારા શહેરમાં રાત્રી સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જે દરમ્યાન મોડી રાત્રે એક સફાઈ કામદાર નું હાર્ડ એટેક ના કારણે અવસાન થયેલ હતું આ મૃતક સફાઇ કામદારના પરિવાર ની દયા જનક પરિસ્થિતી અને મહામંડળ ની રજુઆત ને ધ્યાન માં લઈ નગરપાલિકા દ્વારા સામાન્ય સભાની મંજૂરી ની અપેક્ષા એ મૃતક સફાઇ કામદાર ના પરિવારને રૂા. ૫૧૦૦૦/-નો ચેક આજરોજ અર્પણ કરી માનવીય અભિગમ નું ઉદાહરણ પુરૂ પાડેલ આ તકકે ગુજરાત સફાઈ કામદાર મહામંડળ ના પ્રદેશ મહામંત્રી રમેશ વાઘેલા એ નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર તેમજ હોદ્દેદારો નો આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech