ખંભાળિયા એફ.એમ.સી.જી. એસો.ની બેઠક યોજાઈ: નવા હોદ્દેદારો વરાયા

  • June 29, 2021 10:14 AM 

ખંભાળિયા એફ.એમ.સી.જી. એસોસિએશનની મીટિંગ રવિવારે યોજવામાં આવી હતી. આગામી સમય માટે જુદા જુદા હોદેદારો નિમણુંક કરવામાં માટેના એજન્ડા સાથે યોજવામાં આવેલી આ મિટીંગમાં સંસ્થાના આગામી વર્ષના પ્રમુખ તરીકે જીતુભાઈ કારિયા, ઉપપ્રમુખ તરીકે રામભાઈ મોદી, સેક્રેટરી તરીકે ભરતભાઈ ચોપડા અને ખજાનચી તરીકે ભરતભાઈ પાબારીની વરણી કરવામાં આવી હતી. આ સાથે નવા વરાયેલાં સભ્યોનું પણ સ્વાગત કરી, એસોસિએશનની કામગીરી તથા કાર્યક્ષેત્ર અંગે જાણકારી આપવામાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી કાર્યરત આ સંસ્થા દ્વારા કોરોનાના કપરા સમયમાં અનેક સેવાકીય કાર્યો કરવામાં આવ્યા હતા. આ એસોસિએશનનો વ્યાપ આગામી સમયમાં કઈ રીતે વધતો રહે તે અંગેની ચર્ચાઓ પણ કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS