ખંભાળિયા: ભાજપ દ્વારા જીતનું જશ્ન: જાહેર આભાર વ્યક્ત કરાયો

  • March 03, 2021 11:22 AM 

ખંભાળિયા નગરપાલિકાના ઈતિહાસમાં સૌપ્રથમ વખત ભાજપને મળેલી 28 પૈકી 26 બેઠકોના પરિણામ બાદ ભારતીય જનતા પાર્ટીના સભ્યો તથા પેનલની વિજય યાત્રા શહેરમાં અબીલ- ગુલાલ તથા ઢોલ- ત્રાસા સાથે નીકળી હતી. આ ઉપરાંત ગઈકાલે મંગળવારે સાંજે અત્રે જોધપુર ગેઈટ ચોક ખાતે ભાજપની જાહેર આભાર સભા યોજાઈ હતી. જેમાં જિલ્લા સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જોગલ, પૂર્વ ધારાસભ્ય અને તત્કાલિન જિલ્લા ભાજપ પ્રમુખ કાળુભાઈ ચાવડા, ગ્રામ ગૃહ બોર્ડના ચેરમેન મુળુભાઈ બેરા, જિલ્લા પંચાયતના તત્કાલીન પ્રમુખ પી.એસ. જાડેજા, મોહનભાઇ બારાઈ, તથા શહેર સંગઠનના હોદ્દેદારો-આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.

આ શહેર આભાર સભામાં ઉપસ્થિત જિલ્લા સાંસદ પૂનમબેન માડમ સહિત મહાનુભાવોએ પ્રસંગોચિત ઉદ્બોધન કરી, સર્વે મતદારોનો જાહેર આભાર વ્યક્ત કરી તમામનો ઋણ સ્વીકાર કર્યો હતો. આ સાથે શહેર તથા જિલ્લાના વિકાસ કાર્યોને વણથંભી રીતે આગળ ધપાવવા તથા પડતર પ્રશ્નોનું તાકીદે નિરાકરણ લાવવાની ખાતરી આપવામાં આવી હતી.

આ આયોજન માટે જિલ્લા તથા તાલુકા અને ખંભાળિયા શહેર ભાજપ ટીમ, તમામ સેલ-મોરચા અને યુવા ભાજપ ઉપરાંત મહિલા ભાજપના બહોળી સંખ્યામાં કાર્યકરો અને શુભેચ્છકો સાથે વેપારી આગેવાનો, તમામ સમાજના અગ્રણીઓ, ચૂંટાયેલા નગર પાલિકા અને જિલ્લા તથા તાલુકા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જેને ખંભાળિયા શહેર ભાજપના સર્વે હોદેદારો- આગેવાનોએ સન્માનિત કરી, શુભકામનાઓ પાઠવી હતી.

આ સમગ્ર કાર્યક્રમનું સુંદર અને સફળ સંચાલન મિડિયા સેલના કન્વીનર તથા શહેર મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર અને કિરીટભાઈ ખેતીયા દ્વારા કરવામાં આવ્યું હતું

નગરપાલિકામાં ભવ્ય વિજયના સાચા સાચા યશભાગીઓ

ખંભાળિયા નગરપાલિકાના ઇતિહાસમાં ભાજપને સૌથી વધુ 26 બેઠકો મળી છે. આ માટે જિલ્લા સાંસદ પૂનમબેન માડમ અને જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જોગલના વડપણ હેઠળ અહીંના શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્નાની સક્રિય ટાઈમને સાચો શ્રેય જાય છે.

આ ચૂંટણી કાર્ય દરમિયાન શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના, મહામંત્રી ઇન્દ્રજીતસિંહ પરમાર, પિયુષભાઈ કણજારીયા, જીજ્ઞેશભાઈ પરમાર, ધીરુભાઈ ટાકોદરા, હસુભાઈ ધોળકિયા, મુકેશભાઈ કાનાણી, હિમાચલ મકવાણા, નિકુંજભાઈ વ્યાસ, જયેશ કણજારીયા, રાજીવભાઈ ભૂંડિયા, વાશુભાઇ ડોરુ, મનુભાઈ મોટાણી, ઇલાબેન ભટ્ટ, રેખાબેન ઝીલકા, રાજુભાઇ ધ્રુવ, હાર્દીક મોટાણી વિગેરેની જહેમત ખૂબ જ આવકારદાયક બની રહી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS