ખંભાળિયા: આર્મી રેલી દ્વારા લેખિત પરીક્ષા જાહેર કરાઈ

  • June 21, 2021 11:14 AM 

સૌરાષ્ટ્ર, કચ્છ અને દિવના ઉમેદવારોએ જામનગર ઓફિસ ખાતેથી એડમીટ કાર્ડ મેળવવાનું રહેશે

    દેવભૂમિ દ્વારકા જિલ્લા સાથે સૌરાષ્ટ્ર - કચ્છ અને દીવ (UT)ના ઉમેદવારો માટે જામનગર આર્મી રીક્રુટમેન્ટ ઓફીસ દ્વારા  દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગત ફેબ્રુઆરી માસમાં દ્વારકા ખાતે યોજાયેલી આર્મી ભરતી રેલીમાં શારિરીક કસોટીમાં પાસ થયેલ ઉમેદવારો માટે આર્મી ભરતીની લેખિત પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. 

      દેવભૂમિ દ્વારકા જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયા મુજબ આ આર્મી ભરતી રેલી- 2021ની લેખિત પરીક્ષા આગામી તારીખ 25, જૂલાઈ ના રોજ જામનગરની શ્રી સત્યસાંઈ વિદ્યાલય ખાતે યોજાશે. જે અન્વયે ગત ફેબ્રુઆરીના દ્વારકા ખાતે યોજાયેલા આર્મી ભરતી રેલીમાં શારિરીક કસોટી પાસ કરેલા ઉમેદવારોએ તારીખ 11 જૂલાઈના રોજ તથા રાજકોટ, અમરેલી, મોરબી, પોરબંદરના ઉમેદવારોએ તારીખ 12 જૂલાઈના રોજ તેમજ જામનગર, સુરેન્‍દ્રનગર અને દિવના ઉમેદવારોએ તારીખ 14 જૂલાઈના રોજ ભુજ (કચ્‍છ), બોટાદ, દેવભૂમિ દ્વારકા જિલ્‍લા માટે એડમીટ કાર્ડ ઇસ્‍યુ થનાર છે.

    આથી ઉપરોકત તારીખે જે-તે જિલ્લાના પાસ થયેલા ઉમેદવારોએ નવું એડમીટ કાર્ડ મેળવવા માટે પોતાનું જૂનું એડમીટ કાર્ડ જમા કરાવવાનું રહેશે. પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે જામનગર આર્મી રીક્રુટમેન્ટ ઓફીસ ખાતે ઉપસ્થિત રહેવાનું રહેશે તેમ વધુમાં જણાવાયું છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)