ખંભાળિયા: ‘‘મારૂ ગામ, કોરોનામુકત ગામ’’ અભિયાન અંતર્ગત વિવિધ ગામની મુલાકાત લેતા રાજયમંત્રી

  • May 15, 2021 10:39 AM 

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કોરોના સામે લડત આપવાના આશય સાથે ખંભાળિયા તાલુકાના મૂળ વતની અને રાજ્ય કક્ષાના અન્‍ન નાગરિક અને પુરવઠા મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ દેવભૂમિ દ્વારકા જિલ્‍લાના કલ્‍યાણપુર તાલુકાના લાંબા, ભોગાત અને ભાટીયા ગામની મુલાકાત લીધી હતી. "મારૂ ગામ, કોરોનામુકત ગામ" અંતર્ગત જોવામાં આવેલા આ કાર્યક્રમમાં લાંબા ગામમાં સ્‍વ.  અરશીભાઇ લગધીરભાઇ ચેતરીયા એજયુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત કોવિડ કેર સેન્‍ટરનો શુભારંભ પણ કરવામાં આવ્યો હતો.

આ અભિયાન અંતર્ગત તમામ સ્થળે જિલ્‍લા ભાજપ પ્રમુખ ખીમભાઇ જોગલ, ભાજપ આગેવાન વી.ડી.મોરી, નથુભાઇ ચાવડા જિલ્‍લા વિકાસ અધિકારી ડી.જે.જાડેજા અને કરશનભાઇ ભાદરકાએ પ્રાશંગીક પ્રવચનો આપ્‍યા હતા.

"આપણે સૌએ સહિયારા પ્રયાસોથી આપણા ગામને કોરોનામુકત કરવાનું છે"- તેમ જણાવી રાજય મંત્રી હકુભા જાડેજાએ કહયું હતુ કે, કોરોનાના દર્દીઓની તમામ સારવાર માટે રાજ્ય સરકાર પ્રયાસ કરી રહી છે. હાલના સંજોગોમાં લોકોનું જીવન બચાવવું એ આપણા સૌની પ્રાથમિકતા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગામો કોરોનામુક્ત બને એ માટે વહીવટીતંત્ર, ચૂંટાયેલ સ્થાનિક પ્રતિનિધિઓ, ગ્રામજનો અને સ્વૈચ્છિક સંસ્થાઓ સહિયારા પ્રયાસો કરી રહી છે. ગામમાં હળવા લક્ષણો ધરાવતા દર્દીઓ હોમ આઈશોલેશનમાં રહે કે ઘરમાં અન્ય વ્યક્તિને ચેપ ન લાગે એની તકેદારીરૂપે કોવિડ કેર સેન્ટરમાં સારવાર લે એ માટે ગ્રામજનોને સમજાવ્યા હતા.

આ સાથે મંત્રી જાડેજાએ આઇસોલેશન સેન્ટર પર દવાઓ, ઓક્સિજન અને ઈન્જેકશનના ઉપલબ્ધ જથ્થાની માહિતી અને જરૂરિયાત અંગે જાણકારી મેળવી હતી. કોરોનાની સારવારની સાથે  દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રસીકરણની કામગીરી પણ ચાલી રહી છે અને આગામી દિવસોમાં એને વધુ સઘન બનાવવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાની જાગૃતિ માટે અધિકારીઓ અને પ્રજાના પ્રતિનિધિઓ સાથે મળીને કામ કરે તો ગ્રામ્ય ક્ષેત્રોમાં સંક્રમણને ઝડપથી અટકાવી શકાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, લાંબા ગામની 8600 ની વસ્‍તીમાં દસ બેડની ઓક્સિજન સહિતની સુવિધાઓ કરવામાં આવી છે. ભોગાત ગામની આશરે દસ હજાર જેટલી વસ્તીમાં પાંચ બેડની અને ભાટીયા ગામની ૨૫ હજારની વસ્તીમાં 20 બેડની સુવિધાઓ ધરાવતા કોવિડ કેર શરૂ કરવામાં આવ્‍યા છે.

આ પ્રસંગે ભાજપ અગ્રણી પી.એસ.જાડેજા, શૈલેશભાઇ કણઝારીયા, વિઠલભાઇ સોનગરા, મેરામણભાઇ ભાટુ, નગાભાઇ ધ્રેવાડ આરોગ્‍ય અધિકારી ડો. મેહુલ જેઠવા, મુળુભાઇ કંડોરીયા, કલ્‍યાણપુરના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ગામના સરપંચો, આરોગ્‍ય વિભાગના કર્મચારીઓ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS