ખંભાળિયા: કોરોનાના કપરા કાળમાં સહાયભૂત થવા રવિવારે વિનામૂલ્યે આરોગ્ય સેવા અને રક્તદાન કેમ્પ

  • May 07, 2021 10:58 PM 

ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ ચિંતાજનક રીતે ફેલાયેલા કોરોનાના સંક્રમણની પરિસ્થિતિમાં જયારે લોકોને તબીબી માર્ગદર્શન મેળવવામાં ખુબ જ હાલાકી નો સામનો કરવો પડે છે, ત્યારે ખંભાળિયાના સેવાભાવી ડો. નીલેશભાઈ રાયઠઠ્ઠાના માર્ગદર્શન હેઠળ તેમજ હાલના કોવિડ પ્રોટોકોલને ધ્યાને લઈને જરૂરીયાતમંદ લોકો માટે નિશુલ્ક કોવીડ-19 પ્રાથમિક સારવાર ઓ.પી.ડી. તેમજ ઇમ્યુનિટી બુસ્ટર દવાઓનું નિ:શુલ્ક વિતરણ સાથે ડાયાબિટીઝ ચેકઅપ માટે નીલેશભાઈ રાયઠઠ્ઠા દ્વારા વર્તમાન પરિસ્થિતિમાં નોંધપાત્ર સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે.

ખંભાળિયા લોહાણા મહાજન ટ્રસ્ટના સહકારથી આગામી રવિવાર તારીખ નવમીના રોજ અત્રે બેઠક રોડ પર આવેલી શેઠ વી.ડી. બરછા નવી લોહાણા મહાજનવાડી ખાતે સવારે 10 થી 1 વાગ્યા સુધી નિ:શુલ્ક ઓ.પી.ડી તેમજ શ્રી જલારામ અન્નપુર્ણા ગૃહ ચેરીટેબલ ટ્રસ્ટ ખંભાળિયા તરફથી અને યુ.કે. ના હોમ કેર યોજનાના દાતાઓ તરફથી દર્દીઓ માટે ઈમ્યુંનીટી બુસ્ટર માટેની દવાનું વિનામૂલ્યે વિતરણ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત હાલ કોરોનાની વિકટ પરીસ્થિતિમાં હોસ્પિટલોમાં રક્તની પણ ખુબ જ જરૂરિયાત હોય, આ સાથે અહીંની સરકારી હોસ્પિટલની બ્લડ બેંક તેમજ કાનાણી- લોહાણા પરીવાર ચેરીટેબલ ટ્રસ્ટના સહકારથી રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ સેવા કાર્યમાં જોડાવવા થવા તથા જેમણે હજુ સુધી વેક્સિન ન લીધી હોય તેઓ આ સેવામાં સહભાગી થઈ થેલેસેમિયાના દર્દીઓ માટે જરૂરી બ્લડની માંગને પહોંચી વળવા આ રક્તદાન કેમ્પમાં રક્ત આપી, આ કીમતી અને મહત્વની સેવામાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે. આ સમગ્ર કાર્યક્રમમાં કોરોના ગાઈડ લાઈનનો અમલ કરવા પણ સર્વેને અપીલ કરાઈ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS