ખંભાળિયા: યુવાન પર ધોકા વડે હુમલો

  • April 08, 2021 08:11 PM 

ખંભાળિયા તાલુકાના મોટા માંઢા ગામે રહેતા ભાવેશભાઈ નાથાભાઈ ભરવાડિયા નામના 24 વર્ષના યુવાન ગઈકાલે બુધવારે પોતાની વાડીમાં પાણી વારતા હતા, ત્યારે આ જ ગામના મેરુ અવાભાઈ ભરવાડ, મોમા મુરુભાઈ ભરવાડ તથા અન્ય એક અજાણ્યા શખ્સ મળી કુલ ત્રણ શખ્સોએ એકસંપ કરી, ઢિકા-પાટુનો માર મારી, બિભત્સ ગાળો કાઢી હતી. આરોપી મેરૂભાઈએ લાકડાના ધોકા વળે માર મારતા આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે ત્રણેય શખ્સો સામે આઇ.પી.સી. કલમ 323, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS