ખંભાળિયા: "તાઉતે" વાવાઝોડા સંદર્ભે રાજ્ય મંત્રી દ્વારા સમીક્ષા બેઠક યોજાઈ

  • May 19, 2021 11:26 AM 

પ્રભારી સચિવ અને આઇજીપીએ દ્વારકાની મુલાકાત લીધી

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં "તાઉતે" વાવાઝોડાની સંભવિત અસરોને પહોંચી વળવા રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્રએ સુચારૂ આયોજન કર્યું હતું.  ‘ઝીરો કેઝયુઆલીટી’ ના ઉદેશ્‍ય સાથે અહીંના કલેકટર ડો. નરેન્‍દ્રકુમાર મીનાના માર્ગદર્શનમાં જિલ્‍લા વહીવટીતંત્ર સજ્જ બની રહ્યું હતું. જિલ્લામાં વિવિધ સ્થળોએ એનડીઆરએફની ટીમો તૈનાત કરી, પોલીસ વિભાગના સહયોગથી દરિયાકાંઠાના લોકોને સ્થળાંતર કરાવ્યું હતું. જિલ્લામાં વીજપુરવઠો ખોરવાય નહીં એ માટે પીજીવીસીએલ દ્વારા પણ પૂરતી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.

ગુજરાત રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ દ્વારકાના સરકીટ હાઉસમાં પ્રભારી સચિવ લોચન સેહરા, આઇજીપી મમતા શિવહરે તથા અધિકારીઓ સાથે "તાઉતે" વાવાઝોડાની પરિસ્‍થિતિને ધ્‍યાને રાખી સમીક્ષા બેઠક યોજી હતી. મંત્રી જાડેજાએ જણાવ્યું હતું કે દેવભૂમિ દ્વારકા જિલ્લો વાવાઝોડાના ખતરાથી સંપુર્ણ બહાર છે. છતાં વહીવટી તંત્ર સંપૂર્ણ સચેત છે. જે લોકો શેલ્‍ટર હોમમાં છે એમને ભોજન સહિતની વ્યવસ્થાઓ તંત્ર દ્વારા પૂરી પાડવામાં આવશે અને વાવાઝોડાનો ખતરો ટળી જાય પછી તેમને સલામત રીતે તેમના ઘરે પહોંચાડવામાં આવશે. આ મીટિંગમાં જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી, પ્રાંત અધિકારી નિહાર ભેટારીયા તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS