ખંભાળિયા તાલુકાના સલાયા નજીકના સોડસલા ગામે રહેતા મનસુખભાઈ બાબુભાઈ ઝિંઝુવાડીયા નામના 35 વર્ષના યુવાનના પત્ની પૂજાબેન (ઉ.વ. 27) ગત તારીખ 25 ડિસેમ્બરથી તેમની દવા લેવા માટે જવાનું કહીને લાપતા બન્યા છે. ગુમ થનાર પૂજાબેન તેમની પાંચ વર્ષની પુત્રી ખુશ્બુ સાથે ઘરેથી ગયા બાદ આજ દિન સુધી પરત ન ફરતા આ અંગે મહિલાના પતિ મનસુખભાઈ ઝીંઝુવાડીયાએ સલાયા મરીન પોલીસ મથકમાં ગુમ નોંધ કરાવી છે.
ગુમ થનાર પૂજાબેન મજબૂત બાંધાના અને ઘઉંવર્ણા છે. તેઓએ કથ્થાઈ કલરનો પંજાબી ડ્રેસ પહેરેલો છે. પાંચ ફૂટ ચાર ઈંચની ઊંચાઈ ધરાવતા પૂજાબેન ગુજરાતી તેમજ હિન્દી ભાષા જાણે છે. તેમની સાથે રહેલી પુત્રી ખુશ્બુએ પીળા કલરનું સ્વેટર તેમજ બ્લુ કલરનો ડ્રેસ પહેર્યો છે. ઉપરોક્ત મહિલા-પુત્રીનો પતો મળ્યે સલાયા મરીન પોલીસ મથકના ફોન નંબર 02833- 285338 અથવા તપાસનીસ એ.એસ.આઈ. બોઘાભાઈ કેસરિયાના મોબાઈલ નંબર 9724416444 ઉપર સંપર્ક સાધવા એક યાદીમાં જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરમાં પોલીસે ઔદ્યોગિક એકમોના સંચાલકો સાથે યોજી બેઠક
May 15, 2025 02:54 PM૧.૦૮ કરોડના ગેરકાયદે બાયોડીઝલ મામલે ભરત રામાણીના આગોતરા જામીન રદ કરવાની અરજી ફગાવી દેવાઈ
May 15, 2025 02:52 PMબોખીરા-કુછડી રોડ પર કેનાલમાં માછલાના નિપજ્યા શંકાસ્પદ મોત
May 15, 2025 02:52 PMહેર ટ્રાન્સપ્લાન્ટ પહેલા જાણી લો 5 મહત્વપૂર્ણ બાબતો, ઉતાવળમાં ને ઉતાવળમાં ન કરતા આ ભૂલ
May 15, 2025 02:52 PMસુન્ની અંજુમને ઇસ્લામના પ્રમુખના જનાઝામાં હજારો લોકો જોડાયા
May 15, 2025 02:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech